Nawanagar Time
ગુજરાત જામનગર

કાલાવડ જીઆઇડીસીના ભ્રષ્ટાચારને લોકાર્પણથી ઢાંકવાનો પ્રયાસ

efforts-to-cover-kallav-gidcs-corruption

14 કરોડના ખર્ચે નિર્માણ થયેલી જીઆઇડીસીનું મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે લોકાર્પણ

જામનગર:-જામનગર લોકસભાની ચુંટણીઓ ને હવે બહુ સમય  રાજ્યમાં ઠેર ઠેર ઉદ્ઘાટનો, ખાતમુહૂર્ત,અને લોકાર્પણ ના પ્રસંગો ને રાજકીય પક્ષો દ્વારા વેગ આપવામાં આવશે,એવા જ એક કાર્યક્રમના ભાગરૂપે આગામી 26 ફેબ્રુઆરીના રોજ કાલાવડમાં માર્કેટિંગ યાર્ડ ના કાર્યક્રમની સાથે જીઆઇડીસીનું લોકાર્પણ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રાખવામાં આવ્યું છે, આસપાસના લોકોને સ્થાનિક ઉદ્યોગ મળે તેનાથી કદાચ કોઈ સંદેહ ના  શકે પરંતુ આ એ જ જીઆઇડીસી છે,જેમાં કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો થતા મુખ્યમંત્રીને આ જીઆઇડીસી જોવા આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું,ત્યારે અધિકારીઓ દ્વારા જીઆઇડીસી ને નવા વાઘા પહેરાવીને મુખ્યમંત્રીના હસ્તે આ જીઆઇડીસી નું લોકાર્પણ કરાવવાનું કામ હાલ કાલાવડ ખાતે પુરજોશમા ચાલી રહ્યું છે,કાલાવડ ખાતે 31 હેકટરમાં અંદાજે 14 કરોડના  જીઆઇડીસી નું નિર્માણ થયું છે જેમાં રોડ, પાણીની લાઈન, લાઈટ, કમ્પાઉન્ડ વોલ ના કામોમાં મોટાપાયે કથિત ગેરરીતિ આચરવામાં આવતા એ કામોમાં ગડબડીની ફરિયાદો પણ ઉઠી હતી,અને આ કામ મામાના ભાણેજ દ્વારા પેટામા કરીને કહેવાતી ગોલમાલ આચરવામાં આવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને આ કામમાં કેવી વેઠ ઉતારવામાં આવી છે તે  આવવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, અને દ્વારા સ્થળ તપાસ કરીને અધિકારીઓને ભંગાર કામ અંગે અવગત કરવા છતાં કોઈ પગલાના ભરી અધિકારીઓએ બહાદુરીની મિશાલ પૂરી પાડી છે, કાલાવડ જીઆઇડીસીના કામમાં આચરવામાં આવેલ બેદરકારી મામલે જામનગર જીઆઇડીસી ના પ્રાદેશિક એરીયા મેનેજર ઠકકરે પણ આંખ આડા કાન કરીને આ કામ પડતર  કારણે આવું થયું હશે તેઓ જે તે સમયે બચાવ કર્યો હતો,પણ જો આ બચાવ સાચો હોય તો કેમ કોઈ તપાસ વિના જ નવા વાઘા પેહરાવવાની શરૂઆત થઇ તે પણ તપાસ માંગી લેતો વિષય છે, આમ કાલાવડ ખાતે જીઆઇડીસીનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે થવાનું છે ત્યારે કરોડો રૂપિયાના કથિત ભ્રષ્ટાચાર ને  માટે આ ભંગાર જીઆઇડીસીને નવા રંગરૂપ આપીને છેલ્લા ઘણા દિવસોથી અધિકારીઓ ઊંધા માથે કામ કરી રહ્યા છે.

Related posts

રાજકોટમાં એઈમ્સના ભૂમિ પૂજનની તૈયારીઓ શરૂ, પીએમ આવશે ગુજરાતમાં

Nawanagar Time

ખાણ-ખનિજના સચિવને જામનગર કોર્ટમાં હાજર થવાની નોટીસ

Nawanagar Time

ઓખા-રાજકોટ રેલવે લાઈનનું ઈલેક્ટ્રિફીકેશન એક વર્ષમાં પૂર્ણ થશે: સાંસદ પૂનમબેન માડમ

Nawanagar Time

Leave a Comment