Nawanagar Time
ગુજરાત જામનગર

કોંગ્રેસના આઠ મુરતિયાઓએ વિજય મુર્હૂતમાં ઉમેદવારી નોંધાવી

eight-murrahites-of-congress-nominated-in-vijay-murihut

રાજકોટ, પોરબંદર, મહેસાણા, પંચમહાલ, નવસારી, વલસાડ અને અમદાવાદ પશ્ર્ચિમ બેઠક પરથી ઉમેદવારી નોંધાવાઇ

જામનગર:-લોકસભા ચૂંટણીમાં આજે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે કોંગે્રસના આઠ મુરતિયાઓએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી હતી જેમાં અમદાવાદ પશ્ચિમ બેઠકથી  પરમાર, રાજકોટથી લલિત કગથરા, પોરબંદરથી લલિત વસોયા, પંચમહાલથી વી.કે.ખાંટ, આણંદથી ભરતસિંહ સોલંકી, મહેસાણાથી એ.જે. પટેલ, સુરેન્દ્રનગરથી સોમાભાઈ ગાંડાભાઈ પટેલ અને નવસારીથી ધર્મેશ પટેલે ઉમેદવારીપત્ર ભર્યું હતું. ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે આજે ભરતસિંહ સોલંકી આણંદ બેઠક પરથી ભરતસિંહ સોલંકીએ ફોર્મ ભર્યું હતું. આ પૂર્વે તેઓએ પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલહાર  લોટિયા ભાગોળ ખાતે રેલી યોજી હતી, એ જ રીતે રાજકોટ લોકસભા બેઠકના મજબૂત ઉમેદવાર લલીતભાઈ કગથરાએ બહુમાળી ભવન ચોકથી રેલી યોજી સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી ઉમેદવારીપત્ર ભર્યું હતું.

જ્યારે પોરબંદર બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ સુદામા ચોક ખાતે જંગી સભા યોજી હતી અને બાદમાં  યોજી કાર્યકર્તાઓની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે નામાંકન પત્ર ભર્યું હતું.

આ ઉપરાંત નવસારી કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલ, વલસાડના કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરી, પંચમહાલમાં પણ કોંગ્રેસના ઉમેદવાર વી.કે.ખાંટ, મહેસાણાના કોંગ્રેસના ઉમેદવાર એ.જે. પટેલ, અમદાવાદ પશ્ચિમ બેઠકના ઉમેદવાર  રાજુ પરમારે પણ વિજય મૂહુર્તમાં વાજતે-ગાજતે ઉમેદવારીપત્ર ભર્યા હતા.

Related posts

ખોડિયાર કોલોનીમાં ઑફિસમાં ધમધમતાં જુગારધામ ઉપર એલસીબી પોલીસનો દરોડો: પાંચ વેપારી પકડાયાં

Nawanagar Time

નાના-મોટા થઈને કુલ 43 રોડ ચોમાસું સીઝનમાં તૂટી ગયા, કરોડો રૂપિયાનું નુકસાન

Nawanagar Time

વડોદરા દુષ્કર્મ કેસમાં બે આરોપી રાજસ્થાનથી ઝડપાયા

Nawanagar Time

Leave a Comment