Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર જિલ્લામાંથી આઠ શિક્ષકોને હાંકી કઢાયા

eight-teachers-from-jamnagar-district-were-expelled

ફરજ પર અનિયમિતતા કારણભૂત: શિક્ષણ જગતમાં ખળભળાટ

જામનગર:-જામનગર જિલ્લામાંથી આઠ શિક્ષકોને તાત્કાલીક ધોરણે ફરજ પરથી રુખસદ આપી દેવાઇ છે. પ્રાથમિક શિક્ષણાધિકારીએ શિક્ષકોની અનિયમિતતાને કારણભૂત ગણાવી હાંકી કાઢયાનું જણાવ્યું છે. ત્યારે શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે જયારથી એસ.જે. ડુમરાળિયાએ ચાર્જ સંભાળ્યો છે. ત્યારથી તેવો જામનગર જિલ્લાના પ્રાથમિક શિક્ષણમાં સુધારો આવે સાથે જ જામનગર શિક્ષણ વિભાગમાં લાંબા સમયથી લાગી ચુકેલા સડાને દુર કરવાની શરૂઆત કરી છે. તે ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે. એવામાં જામનગર જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં સતત ગેરહાજર અને અનિયમિતતા  આઠ શિક્ષકોને તાત્કાલીક ધોરણે હાંકી કઢાયા છે.  જામનગર જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર વધે અને વિદ્યાર્થીઓને ભણતરમાં કચાસ ન રહી જાય તેવા ઉમદા હેતુથી જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી એસ.જે. ડુમરાળિયા દ્વારા પગલા લેવામાં આવે છે ત્યારે જિલ્લાની જુદી જુદી આઠ શાળાઓમાં શિક્ષકોની અનિયમિતતા તેઓના ઘ્યાને આવતાની સાથે જ આકરા  ભરવા કાર્યવાહી કરવામાં આવી છે જેમાં આઠેય શિક્ષકોને તાત્કાલીક ધોરણે ફરજ પરથી રૂખસદ આપી દેવાતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ફરજ પરથી રૂખસદ આપ્યા શિક્ષકોમાં ધ્રોલની છલા પ્રાથમિક શાળાના મેહુલકુમાર ખરાડી, લાલપુરની સાજડીયાળી પ્રાથમિક શાળાના સંજય પટેલ, દલતુંગી પ્રાથમિક શાળાના જલદિપ પટેલ, મોડપર  શાળા નં.4ના ઉષાબેન પટેલ, જામનગર તાલુકાના આમરા પ્રાથમિક શાળાના કુંજલબેન ગાંધી, યાદવનગર વાડી શાળાના વિલાશબેન ખીમાણી, ચારણનેશ પ્રાથમિક શાળાના ચંપાબેન ધાડીયા, બેડ વાડી શાળાના જીનલ બ્રહ્મભટ્ટને કાયમી ધોરણે હાંકી કાઢવામાં આવ્યા છે.  જામનગર જિલ્લા પ્રાથમિક શાળાઓના એકીસાથે આઠ શિક્ષકોને કાયમી ધોરણે રૂખસદ આપી દેવાતા આ ચર્ચાએ ભારે જોર પકડયું  ત્યારે શિક્ષણ જગતમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે.

Related posts

દિવ્યાંગ મતદારો માટે હાલારમાં વિશેષ વ્યવસ્થા

Nawanagar Time

આરપારની લડાઈ લડી લેવા આરોગ્ય સંઘ દ્વારા કર્મચારીઓ સાથે બેઠકો

Nawanagar Time

તકિયા-શેતરંજી બનાવવાના નામે પરપ્રાંતિય ગેંગે અનેકને છેતર્યા

Nawanagar Time

Leave a Comment