જામનગર: જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભડી ગામમાં રહેતા 65 વર્ષના વૃદ્ધ મહિલાએ પોતાની બી.પી. તેમજ માનસિક બીમારીથી તંગ આવી જઇ પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આપઘાત કરી લઈ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે.
આ બનાવની વિગત એવી છે કે, જોડિયા તાલુકાના બાલંભડી ગામમાં રહેતા ધીરજબા બોઘુભા જાડેજા નામના 65 વર્ષના વૃદ્ધ મહિલાએ ગઈકાલે પોતાના ઘેર લાકડાની આડશમાં કપડા સુકવવાની દોરી વડે ગળા ફાંસો ખાઈ લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેઓને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ ત્યાં તેઓનો મૃતદેહ જ પહોંચ્યો હતો. ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નિપજયું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર અનોપસિંહ બોઘુભા જાડેજાએ પોલીસને જાણ કરતા પોલીસે ધીરજબા ના મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને વધુ તપાસ હાથ ધરી છે.