Nawanagar Time
નેશનલ પોલિટીક્સ

તેલંગણા ચૂંટણી પરિણામ: TRS બહુમતી તરફ આગળ, કોગ્રેસ 16 બેઠકો પર આગળ

election 2018

તેલંગણા વિધાનસભાની 119 બેઠકો પર મતગણતરી શરૂ થઇ ગઇ છે. પ્રારંભિક પરિણામોમાં તેલંગણામાં તેલંગણા રાષ્ટ્ર સમિતિ સરકાર બનાવે તેવી સંભાવના જોવા મળી રહી છે. ટીઆરએસ 89 બેઠકો પર આગળ ચાલી રહી છે જ્યારે કોગ્રેસ 16 અને ભાજપ ચાર બેઠકો પર આગળ ચાલી રહી છે.

તેલંગણામાં 7 ડિસેમ્બરના મતદાન યોજાયું હતું જેમાં 67 ટકા મતદાન થયું હતું. મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે સમય પહેલા વિધાનસભા ચૂંટણી કરાવવા સપ્ટેમ્બરમાં વિધાનસભા ભંગ કરી હતી અને ચૂંટણી પ્રચારમાં લાગી ગયા હતા. તેલંગણામાં સત્તારૂઢ તેલંગણા રાષ્ટ્ર સમિતિનું સૌથી મોટી પાર્ટી બનવું નક્કી છે. પરંતુ વિપક્ષી ગઠબંધન પ્રજા કુટમી અટલે કે પીપલ્સ અલાયન્સથી ટક્કર મળી શકે છે. ટીઆરએસને વિપક્ષી ગઠબંધનથી હૈદરાબાદમાં ટક્કર મળી શકે છે. કારણ કે અહીં વિપક્ષી ગઠબંધન વધારે મજબૂત છે.

ઉતર તેલંગણાની 50 બેઠકો પર ટીઆરએસને હરાવવું મુશ્કેલ છે, કારણ કે 2014માં આ પાર્ટીનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું. જ્યારે દક્ષિણ તેલંગણાની 60થી વધારે બેઠકો પર વિપક્ષી ગઠબંધનની જીતની સંભાવના વધારે છે. રાજ્યની 119 બેઠકોમાંથી 100 બેઠકો પર ટીઆરએસ અને પ્રજા કુટમી વચ્ચે સીધી ટક્કર છે. આ સાથે જ મુસ્લિમ વોટ બેંકના સમર્થન વાળી AIMIMની ગત વિધાનસભા ચૂંટણીમાં જીતેલી 7 બેઠકો પર દબદબો છે. તેલંગણા વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં ટીઆરએસની સત્તામા પરત ફરવાના સંકેત છે.

Related posts

રાફેલ ડીલ મુદ્દે ફરી સુનાવણી કરવા સુપ્રિમ કોર્ટ તૈયાર

Nawanagar Time

જમ્મુ કાશ્મીરમાં કંઈક મોટું થવાના એંધાણ, 28000 જવાન ઊતારાયા

Nawanagar Time

ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ ગ્રેગ ચેપલને રોકડું પરખાવતું ભજ્જી

Nawanagar Time

Leave a Comment