Nawanagar Time
ગુજરાત જામનગર

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની ચૂંટણી 2500 કરોડમાં પડશે

elections-to-26-lok-sabha-seats-in-gujarat-will-be-in-2500-crores

જામનગર:-ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની ચૂંટણી 2500 કરોડમાં પડશે. આ ચૂંટણીમાં ભારતીય ચૂંટણી પંચને થનારા ખર્ચ, ઉમેદવારોના વ્યક્તિગત ખર્ચ અને પાર્ટીઓ તરફથી થનારા ખર્ચના આંકડા સામેલ છે. જો કે આ ખર્ચના આંકડામાં  ખર્ચ બિન સત્તાવાર છે. લોકસભાના એક ઉમેદવારનો સત્તાવાર ખર્ચ 70 લાખ ગણીએ તો ભાજપના 26 બેઠકોનો સત્તાવાર ખર્ચ 18.20 કરોડ થવાની સંભાવના છે. જો કે બિન સત્તાવાર રીતે લોકસભાનો ઉમેદવાર પાંચ થી સાત કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરતો હોય છે. એ હિસાબે જોઇએ તો એક જ પાર્ટીના 26 ઉમેદવારો  કરોડનો ખર્ચ કરશે તેમ માની લેવામાં આવે છે.

ઉમેદવારોના ખર્ચમાં ચૂંટણી પંચે લિમિટ બાંધી દીધી છે પરંતુ પાર્ટી જે ખર્ચ કરે છે તેમાં કોઇ લિમિટ નથી તેથી ગુજરાતની બન્ને મુખ્ય પાર્ટીઓ લોકસભાની ચૂંટણીમાં 250 કરોડનો સત્તાવાર ખર્ચ કરશે. ગુજરાતમાં વિધાનસભાની એક બેઠકમાં ઉમેદવારે પાંચ કરોડનો ખર્ચ કર્યો હતો. જો  આટલા રૂપિયા ખર્ચ થતા હોય તો લોકસભાનો મતવિસ્તાર ખૂબ મોટો છે તેથી ચૂંટણી જીતવા શ્રીમંત ઉમેદવાર 10 કરોડ રૂપિયા સુધી ખર્ચ કરતો હોય છે. એક સરવે પ્રમાણે ભારતમાં 2009મા થયેલી લોકસભાની ચૂંટણીમાં સત્તાવાર 1,115 કરોડ પરંતુ બિન સત્તાવાર 8000 કરોડ અને 2014ની ચૂંટણીમાં સત્તાવાર 3,875 કરોડ અને બિન સત્તાવાર  કરોડનો ખર્ચ થયો હતો. હવે 2019માં લોકસભાની ચૂંટણી થવાની છે ત્યારે સત્તાવાર રીતે 5000 કરોડનો ખર્ચ થશે પરંતુ બિન સત્તાવાર ખર્ચનો આંકડો કલ્પી ન શકાય તેવો એટલે કે 18000 કરોડને પાર હશે.

ભારતનું ચૂંટણી પંચ ચૂંટણી ખર્ચના આંકડા પર નજર રાખે છે પરંતુ ચૂંટણીમાં જે બ્લેકમની છવાઇ જાય છે  ધ્યાન રાખી શકતું નથી. પાર્ટી અને ઉમેદવાર બન્ને બેઠક જીતવા માટે મરણિયા બને છે ત્યારે મતદારોને આકર્ષવા માટે ઉમેદવારો તેમજ પાર્ટીને રૂપિયા ખર્ચવા પડતા હોય છે.ગુજરાતમાં કોંગ્રેસ કરતા ભાજપ શ્રીમંત વધારે જણાય છે તેથી કોંગ્રેસની સરખામણીએ ભાજપ ચૂંટણીમાં વધુ ખર્ચ કરશે.

દેશમાં લોકસભાની બેઠક 50 કરોડમાં વેચાઇ હોવાના દાખલા  મોજૂદ છે. આટલા રૂપિયા આપીને બેઠક મેળવનાર ઉમેદવાર કેટલા રૂપિયા મતદારો પાછળ બગાડતો હશે તે આંકડો કલ્પી શકવો મુશ્કેલ છે. ગુજરાતમાં ભારતીય ચૂંટણી પંચ પણ ખર્ચ કરવાનું છે. પંચનો ખર્ચ 250 થી 300 કરોડનો અંદાજવામાં આવે છે. જો કે આ રકમમાં વધારો થઇ શકે છે.

Related posts

હ્યુમન એન્ડ વાઈલ્ડલાઈફ

Nawanagar Time

ગ્રામ પંચાયત-પંચકોશી ‘બી’ ડિવિઝન પોલીસ દ્વારા દરેડમાં ઘેર-ઘેર માસ્ક-ઉકાળા વિતરણ

Nawanagar Time

બહુમાળી ઈમારતોના પાર્કિગમાં પાણી ભરાયા, મચ્છરોનો ઉપદ્રવ વધ્યો

Nawanagar Time

Leave a Comment