Nawanagar Time
ગુજરાત જામનગર

ઈલેકટ્રીસિટી ડયૂટીના નામે વીજ કંપનીઓને તગડી કમાણી

electricity-earnings-in-the-name-of-electricity-duty

દેશમાં સૌથી વધારે વીજ ડ્યૂટી ઉઘરાવી રાજ્ય સરકારે ગ્રાહકોનાં ખીસ્સા પર રીતસર કાતર ફેરવી

જામનગર : અત્યારે કોંગ્રેસને ઝટકા ઉપર ઝટકા લાગી રહ્યા છે ત્યારે રાજ્યનાં વીજધારકોને ગુજરાત સરકાર છેલ્લા પાંચ વર્ષથી ઝટકો આપી રહી છે. સમગ્ર દેશમાં વીજ ડયુટી કર ગુજરાતમાં સૌથી વધુ ઇલેકટ્રીક ડયુટી વસુલ  ગ્રાહકોના ખીસ્સા ખંખેરવામાં આવી રહ્યા છે.

દેશભરમાં ગુજરાત ખાતે સૌથી ઊંચા દરે ઇલેકટ્રીસીટી ડયુટી વસુલ થાય છે. પડોશી રાજ્ય મહારાષ્ટ્ર કરતાય આપણે ત્યાં ઇલેકટ્રીસીટી ડયુટી વધુ વસુલાય છે. આપણે ત્યાં કુલ બીલ કે જેમાં ફીકસ્ડ ચાર્જીસ, વેરીયેબલ ચાર્જીસ તથા એફપીપીપીએ ચાર્જીસ સામેલ છે તેની ઉપર ટકાવારીથી ઉચ્ચક ઇલેકટ્રીસીટી ડયુટી  આવે છે. આ સંદર્ભે રાજ્ય સરકારને વખતોવખત સંખ્યાબંધ વાર રજુઆતો કરાઇ છે પણ ઇલેકટ્રીસીટી ડયુટી તગડી કમાણી કરાવતી હોય રાજ્ય સરકાર ફરીયાદો તરફ દુર્લભ્ય આપે છે.

ગુજરાતમાં રહેણાંકના બીલમાં 15 ટકા, કોમર્શિયલ જોડામાં 25 ટકા, લો-ટેન્શન જોડાણવાળા ઔદ્યોગીક એકમોમાં 10 ટકા અને હાઇ-ટેન્શન જોડાણવાળા એકમોમાં 15 ટકા ઇલેકટ્રીસીટી ડયુટી  થાય છે. જે રાજ્ય સરકારને વર્ષે રૂા.7,100 કરોડથી વધુ રકમ કમાવી આપે છે. જે આવક દર વર્ષે સરેરાશ 11 ટકાના દરે વધે છે. વીજનિષ્ણાત કે.કે.બજાજે ફરી એકવાર રાજ્ય સરકારને રહેણાંક અને કોમર્શિયલ ગ્રાહકોને 5 ટકા ઇલેકટ્રીસીટી ડયુટી ઘટાડવા તથા એચ.ટી.જોડાણવાળા ઔદ્યોગીક ગ્રાહકોને 2.5 ટકા ઇલેકટ્રીસીટી ડયુટી ઘટાડવા રજુઆત કરી  એમણે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે આ અન્યાયી પદ્ધતિ છે. બીજે કયાંક આવી પદ્ધતિ અમલમાં નથી, વાસ્તવમાં ગ્રાહક જેટલા યુનિટ વાપરે તેની ઉપર ઇલેકટ્રીસીટી ડયુટી લાગવી જોઇએ. ટોટલ બીલ ઉપર નહીં. ગુજરાતમાં કૃષિ સેકટરને વીજબીલમાં મોટા પ્રોત્સાહનો અપાય છે ત્યારે બીજા રાજ્યોની માફક ગુજરાતમાં પણ કૃષિ ક્ષેત્ર પાસેથી  દરે ઇલેકટ્રીસીટી ડયુટી વસુલાવી જોઇએ એવી પણ કે.કે.બજારે માગણી કરી છે.

PGVCLએ 2.14 કરોડની માફી આપી

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડની ચાર વીજ વિતરણ કંપનીઓએ વીજ ગ્રાહકો સામે કરેલા જુદી જુદી અદાલતોના કેસોમાં સમાધાન પેટે રૂા.3.57 કરોડની રકમ માફ કરી હતી. વર્ષોથી વીજ કંપનીઓને પણ કાનુની ખર્ચ આ કેસો  થઇ રહ્યું હતું. બીજી તરફ નાના વીજ ગ્રાહકો તેમને અપાયેલા દંડનીય બીલ ભરી ન શકતા કાનુની લડત ચાલતી હતી. જો કે રાજ્યોની જુદી જુદી અદાલતોમાં ચાલતી લોક અદાલતમાં વીજ ગ્રાહકોના કેસો રજુ કરીને સમાધાન પેટે રકમ માફ કરવામાં આવી હતી. ચાર વીજ કંપનીઓએ લોક અદાલતોમાં સમાધાન પેટે માફ કરેલી  સૌથી વધુ રકમ પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપનીએ 2.14 કરોડની રકમ માફ કરી હતી.

Related posts

ખીમરાણામાં ખેડૂત યુવાનનો ગળાફાંસા ખાઈ આપઘાત

Nawanagar Time

દારૂ બંધી છે કે મજાક !? જામનગરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો..

Nawanagar Time

દ્વારકા: જીગ્નેશ દાદાએ વિવાદ છેડ્યો, પ્રતિબંધિત જગત મંદિરમાં તસવીર થઈ વાયરલ..!

Nawanagar Time

Leave a Comment