Nawanagar Time
ગાંધીનગર ગુજરાત

વીજ દરમાં યુનિટ દીઠ ર8 પૈસાનો વધારો

electricity-rates-rise-by-28-paise-per-unit

બજેટમાં કેન્દ્રએ રાહતોની લ્હાણી કરી: રાજ્ય સરકારે દર મહિને વીજ ગ્રાહકો ઉપર ઝીંક્યો રર4 કરોડનો બોઝ

ગાંધીનગર:-એક તરફ કેન્દ્ર સરકારે નાગરિકો માટે રાહતોનો પટારો ખોલ્યો છે તો બીજી તરફ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની હેઠળ ચાલતી 4 વીજ કંપનીઓ દ્વારા વીજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. જાન્યુઆરીથી માર્ચ 2019ના ત્રિમાસિક ગાળાના ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીઓ દ્વારા યુનિટ દીઠ 28 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ વીજદરના ભાવ વધારાના કારણે નાગરિકો પર દર મહિને રર4 કરોડનો બોઝ પડશે. કંપનીઓએ યુનિટ દીઠ ચાર્જને 1 રૂપિયા 71 પૈસાથી વધારીને 1 રૂપિયા 99 પૈસા કર્યો છે. એફપીપીએ દ્વારા પરટેઝ એગ્રીમેન્ટ હેઠળ લેવાતા યુનિટના ચાર્જમાં 28 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. વીજ દરના ભાવમાં વધારો થતાં 1.40 કરોડ લોકોને દર મહિને 224 કરોડનો બોજ આવશે. વિદેશથી આયાત થતા કોલસાની કિંમતમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાની કિંમતમાં ભારે ઘટાડો થતા ઈન્ડોનેશિયા સામે પણ આ મુશ્કેલી વધી. જેના પગલે ઈન્ડોનેશિયાએ નિકાસ થતા કોલસાની કિંમતમાં વધારો કર્યો છે.

આ સમસ્યા સામે લડવા માટે રાજ્ય સરકાર પણ સામાન્ય જનતા પર વીજદર મોંઘુ કરવાની તૈયારી કરી રહી છે. મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન અને હરિયાણા જેવા રાજ્યોમાં પણ વીજબીલમાં વધારો કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.

Related posts

જામનગરમાં ઐતિહાસિક અતિ મહારૂદ્ર યજ્ઞનો પ્રારંભ

Nawanagar Time

186 દેશોથી પણ વધારે કોરોના પોઝીટીવ કેસ એકલા મુંબઈમાં

Nawanagar Time

આ વર્ષે રાજયમાં નહીં યોજાય શ્રાવણિયા મેળા

Nawanagar Time

Leave a Comment