Nawanagar Time
ગુજરાત જામનગર

બોર્ડની પરીક્ષામાં 50 ટકા MCQ પદ્ધતિ નાબૂદ

eliminate-50-mcq-system-in-board-exams

ધોરણ 10માં ઓએમઆર પદ્ધતિના સ્થાને 20 ટકા હેતુલક્ષી પ્રશ્ર્નો પૂછાશે: ધોરણ 12 પ્રવાહની પેપર સ્ટાઇલમાં પણ ફેરફાર

જામનગર:-શૈક્ષણિક વર્ષ 2019-20થી ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 50 ટકા એમસીકયુના સ્થાને હવેથી હેતુ લક્ષી પ્રશ્ર્નોના જવાબ વિદ્યાર્થીઓને આપવાના રહેશે ઉપરાંત બોર્ડની પરીક્ષાનો ગુણભાર પણ 70 ટકાના સ્થાને 80 ટકાનો રહેશે. તાજેતરમાં ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક દ્વારા શૈક્ષણિક વર્ષ 2019-20થી લેવાનારી  10 અને 12ની પરીક્ષા પઘ્ધતિમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા હતાં અને જિલ્લા શિક્ષણ અધિકારીઓને નવી પરીક્ષા પઘ્ધતિ અંગે જાણ કરાઇ હતી.

વિગતો મુજબ ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં આંતરીક મુલ્યાંકનના 20 ટકા માર્કસ રહેશે. બોર્ડના 80 ગુણના પ્રશ્ર્નપત્રમાં 20 ટકા એટલે કે 16 ગુણ હેતુલક્ષી પ્રશ્ર્નોના તેમજ 80 ટકા એટલે  64 ગુણ ટુંકા, લાંબા તેમજ નિબંધ લક્ષી પ્રશ્ર્નોના રહેશે. ઉપરાંત આગામી વર્ષથી ધોરણ 10ની પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીએ પરીક્ષામાં 80 ગુણમાંથી 33 ટકા એટલે કે 26 ગુણ અને આંતરીક મુલ્યાંકનના ર0 ગુણમાંથી 33 ટકા એટલે કે 7 ગુણ મેળવવાના રહેશે. પાસ થવા વિદ્યાર્થીએ કુલ 33 માર્કસ મેળવવાના રહેશે.

12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 50 ટકા એમસીકયુ પઘ્ધતીની જગ્યાએ 20 ટકા હેતુલક્ષી પ્રશ્ર્નોના જવાબ વિદ્યાર્થીએ આપવાના રહેશે. જયારે 80 ટકા પ્રશ્ર્નો ટુંકા, લાંબા અને નિબંધ પ્રકારના રહેશે. ભૌતિક વિજ્ઞાન, રાસાયણ વિજ્ઞાન અને જીવવિજ્ઞાનમાં પ્રેકટીકલ 50 માર્કસનું ગણાશે.

તાજેતરમાં ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઠરાવ પારી કરવામાં  હતો. જેના અનુસંધાને ધોરણ 10 અને 12ની આગામી પરીક્ષાઓની પેપર સ્ટાઇલમાં ફેરફાર જોવા મળશે. સામાન્ય પ્રવાહમાં પ્રશ્ર્નપત્રની સ્ટાઇલ યથાવત રાખવામાં આવી છે જો કે ભાષામાં જે રીતે ધોરણ 12નું સાયન્સનું પ્રશ્ર્નપત્ર રહેશે તેવું જ જોવા મળશે. એકંદરે બોર્ડની પરીક્ષામાં એમસીકયુ પઘ્ધતિને વિદાય આપવાનો પ્રયાસ થયો છે.

Related posts

ખંભાળિયામાં જુગાર રમતા ચાર ઝડપાયા: એક ફરાર

Nawanagar Time

કોર્પોરેશને જપ્ત કરેલા વજન કાંટા-રેંકડીનો દંડ ભરી જન્મદિવસ ઉજવશે મહિલા નગરસેવિકા

Nawanagar Time

ઑનલાઈન શિક્ષણ આપવામાં કાલાવડના શિક્ષકો રાજ્યમાં મોખરે

Nawanagar Time

Leave a Comment