Nawanagar Time
ગુજરાત જામનગર

મહાનગરપાલિકામાં જીવના જોખમે નોકરી કરતાં કર્મચારીઓ

employees-employed-at-risk-of-life-in-municipality

જર્જરિત કચેરીમાં છતના સળિયા બહાર આવી ગયાં: ગમે ત્યારે બોનસરૂપે મોતની ભેટ મળે તેવી શક્યતા

જામનગર:-જામનગર મહાપાલિકા ખુદ શહેરમાં જર્જરિત ઇમારતોનો સર્વે કરે છે અને કેટલાક જોખમી ઇમારતો તોડી પણ પાડે છે, પરંતુ ખુદ જામનગર મહાપાલિકાની જૂની વહીવટી ભવન એટલી હદે ક્ધડમ હાલતમાં છે, કે ગમે ત્યારે તૂટી પડે એમ છે અને અહીંની ઓફિસમાં બેસતા કર્મચારીઓ અને ઓફિસમાં આવતા નાગરિકો ઉપર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે.

2001માં વિનાશક ભૂકંપ સમયે જામનગર મહાપાલિકાનું વહીવટી ભવન જર્જરિત બની ગયું હતું, અને એના કારણે જ મહાપાલિકાનું નવું વહીવટી ભવન બનાવ્યું હતું, આ નવા બિલ્ડિંગનું 27-8-05ના રોજ લોકાર્પણ થયા પછી ધીમે ધીમે ઓફિસો સીફ્ટ થઇ હતી, ત્યાર પછી આ જૂનું જર્જરિત બિલ્ડીંગ તોડી પાડવાનું હતું, પણ એવું થયું નહીં,

કોર્પોરેશનના આટ આટલા વિભાગો અને આ વિભાગોમાં આવતા જતા કર્મચારીઓ-નાગરિકો ઉપર મોત ઝળુમ્બે છે, 2001ના વિનાશક ભુકમ્પ સમયે જ આ ઇમારત જર્જરતી થઇ હતી, આજે 2019નું વર્ષ છે, હવે આ ઇમારત કેટલી જર્જરિત થઇ ગઈ હશે, એ કલ્પનાનો વિષય છે, છતમાંથી સળિયા બહાર આવી ગયા છે, એ પણ કટાઈ ગયેલા, છતનો કેટલોક ભાગ તૂટી ગયો છે. દીવારોમાં દરાર પડી ગઈ છે. એસીની ઉપરના દીવાલમાં ઈંટો બહાર આવી ગઈ છે, દીવાલોમાં પ્લાસ્ટર તૂટી ગયું છે.  આઠ વિભાગો આ જુના જર્જરિત ઇમારતમાં કાર્યરત છે, આ વિભાગમાં કામ કરતા કર્મચારીઓ અને વિભાગમાં આવતા નાગરિકો ઉપર આ બિલ્ડિગ ક્યારે અચાનક તૂટી પડે કહેવાય નહીં, અમદાવાદમાં થયેલા હાદસા પછી તો સરકારની ઊંઘ હજી નહીં ઉડે તો ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાશે.

Related posts

યુવા શક્તિ થકી નવા ભારતના નિર્માણનો ધ્યેય: મુખ્યમંત્રી

Nawanagar Time

ગુજરાતના ખેડૂતોનું અનોખું આંદોલન: ડિજિટલ આંદોલનમાં 6 લાખ મિસ્ડ કોલ

Nawanagar Time

પ્લાઝમા દાન કરતા જામનગરના વકીલ કેતન દોઢિયા

Nawanagar Time

Leave a Comment