Nawanagar Time
ગુજરાત જામનગર

પડતર માંગણીઓ સંદર્ભે કાળી પટ્ટી ધારણ કરતાં કર્મચારીઓ

employees-holding-a-dark-strip-in-respect-to-the-demands-of-the-cost

ગુજરાત રાજય કર્મચારી મહામંડળના આદેશને પગલે જામનગરના કર્મચારીઓ પણ લડતમાં જોડાયા

જામનગર:-ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓના વિવિધ સંગઠનો દ્વારા પોતાની વર્ષો જુની પડતર માંગણીઓના અમલ માટે વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો કરવાનું નક્કી કર્યું છે. જેના અનુસંધાને જામનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યના કર્મચારીઓ ગઇકાલથી કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવી રહયા છે.

રાજ્યમાં સાતમાં પગાર પંચનો અમલ, ઉચ્ચ પગારનો લાભ, 2% મોંઘવારી ભથ્થુ જે ચડત છે તે આપવું, રહેમરાહે નોકરી આપવી, જુની પેન્શન સ્કીમ ચાલુ કરવા સહિતની માંગણી સંદર્ભે રાજય કર્મચારી મહામંડળ દ્વારા સરકાર સામે લડત આપવા નકકી કરાયું છે જે અંતર્ગત વાઇબ્રન્ટ સમિટ સમયે કર્મચારીઓએ અનોખો વિરોધ દર્શાવ્યો છે.

બીજી તરફ જામનગર જિલ્લાના સરકારી કર્મચારીઓ પણ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના આદેશ હેઠળ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી રહયા હોવાનું જામનગર જિલ્લાના ક્ધવીનર ભગવતસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

Related posts

આધારકાર્ડની કામગીરી ઠપ થતા પ્રજા પરેશાન, ઉચ્ચસ્તરે થઈ રજૂઆત

Nawanagar Time

ભાણવડ પાસે મંદિરનો પુજારી સાડાચાર કિલો ગાંજા સાથે ઝડપાયો

Nawanagar Time

કાલાવડના શિક્ષકે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે અંગે્રજી પુસ્તકનું કર્યુ સંશોધન

Nawanagar Time

Leave a Comment