Nawanagar Time
ગુજરાત

ખેડૂત અધિકાર સંમેલનમાં સરકાર ઉપર તેજાબી ચાબખાં

employer-embezzlement-at-the-farmers-right-convention

જયંતિભાઇ સભાયા સહિતના ખેડૂત આગેવાનોએ સરકારને ખેડૂતોના પ્રશ્ર્ને ઝંઝોળી: હાર્દિક ચૂંટણી લડવા અંગે કરી શકે છે મહત્ત્વની જાહેરાત

જામનગર:-જામનગરની ઠેબા બાયપાસ ચોકડી ખાતે આજે ખેડૂતોના અધિકાર માટે યોજાયેલું વિશાળ સંમેલન ઐતિહાસિક બની ગયું છે. આ  ખેડૂત અધિકાર સંમેલનમાં  જયંતિભાઇ સભાયા સહિતના ખેડૂત આગેવાનોએ ખેડૂતોના પ્રશ્ર્ને સરકારને હચમચાવી છે.

ખેડૂત આગેવાનોએ આજે યોજાયેલા ખેડૂત અધિકાર સંમેલનમાં સરકારે ચૂંટણી સમયે આપેલા વચનો અને વર્તમાન વાસત્વીકતા અંગે સરકાર પર તેજાબી પ્રહારો કર્યા હતાં. આગામી લોકસભા ચૂંટણી પૂર્વે જ ખેડૂતના મુદ્દે આ સંમેલનમાંથી હક્કની લડાઇનું રણશીંગુ ફુંકાયુ હતું.

અખિલ ભારતીય પંચાયત પરિષદ અને કિશાન ક્રાંતિ સેનાના નેજા હેઠળ યોજાયેલા ખેડૂત અધિકાર સંમેલનમાં ખેડૂતોને થતી હેરાનગતીનો મુદ્દો મુખ્ય રહ્યો હતો. ખેડૂતોને પાકના પુરતા ભાવ અને વિમાના મુદ્દે પણ સરકારને ઝંઝોળવામાં આવી હતી. જયંતિભાઇ સભાયાએ પાક વિમા પ્રિમીયમ અને વિજળી સહિતના પ્રશ્ર્નોને કેન્દ્ર સ્થાન રાખી ખેડૂતોને ઉદ્દબોધન કર્યુ હતું.

જામનગરમાં ઠેબા બાયપાસ ચોકડી ખાતે યોજાયેલા આજ ના ખેડૂત અધિકાર સંમેલનમાં બહોળા પ્રમાણમાં ખેડૂતો ઉમટી પડયા હતાં. આ સંમેલનને સફળ બનાવવા માટે અખિલ ભારતીય પંચાયત પરિષદના જયંતિભાઇ સભાયાની રાહબરી હેઠળ 500 જેટલા સ્વયંમ સેવકોની ટીમ ગામડાઓ ખુંદી વળી હતી. પરિણામે સમાણા, કલ્યાણપુર, જશાપર, લખતર, હરીપર, લતીપર, ધોરિયાળી, નવવડલા, પાંચ દેવડા, છતર, ખંભાળિયા, સિક્કા, જામનગર, લલોઇ, બેરાજા, બાંગા, ગોલણિયા, નાની ભગેડી અને મોટી ભગેડી સહિતના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતાં. આજે ખેડૂત અધિકાર સંમેલનમાં ખેડૂતોનું દેવુ માફ કરવું, પરવાનગી વગર વિમા લેવાની પેરવી, મહત્તમ ભાવે પાકની ખરીદી, ખેતીને નુકશાન કરનારા પ્રાણીઓની વ્યવસ્થા કરવી, કૃષિ લોનમાં વધારો કરવો, ટયુબવેલ માટે ખેડૂતોને દિવસે લાઇટ આપવી અને સબસીડી આપવી સહિતના પ્રશ્ર્નો ગુંજી ઉઠયા હતાં.

Related posts

મકર સંક્રાંતિએ જામનગરીઓ 6 હજાર કીલો ઉંધીયુ ઝાપટશે

Nawanagar Time

જામનગર જિલ્લાના 14.67 લાખ લોકો પાસે આધારકાર્ડ

Nawanagar Time

કલ્યાણપુર-ખંભાળિયા પંથકમાં પવન સાથે એકથી દોઢ ઇંચ

Nawanagar Time

Leave a Comment