Nawanagar Time
ગુજરાત જામનગર

આતુરતાનો અંત, પૂનમબેન રિપીટ

end-of-curiosity-poonambeen-ripit

જામનગર લોકસભા બેઠક માટે રીવાબા, આર.સી. ફળદુ સહિતના અનેક નામોની અટળકો વચ્ચે પૂનમબેન ઉપર પસંદગીનો કળશ ઢોળાતા કાર્યકરોમાં ઉત્સાહ

જામનગર:-જામનગરની બેઠક ઉપર ભારે ઉત્તેજના બાદ આખરે ભારતીય જનતા પાર્ટીએ સાંસદ પૂનમબેન માડમને રિપીટ કર્યા છે. ગત લોકસભાની ચૂંટણીમાં 1.75 લાખની લીડથી  પૂનમબેન માડમ સામે રિવાબા જાડેજા, આર.સી. ફળદુ સહિતના અનેક દાવેદારો રેસમાં હતાં, તે તમામને પાછળ રાખી પૂનમબેન રિપિટ થતાં જામનગર ભાજપના કાર્યકરોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે, સામે પક્ષે પૂનમબેન સામે કોને મેદાનમાં ઊતારવા? તે અંગે કોંગ્રેસ પણ અવઢવમાં મૂકાઈ છે.

પૂનમબેન માડમ હાલારના રાજકારણમાં વર્ષોથી  ધરાવતા માડમ પરિવારમાંથી આવે છે અગાઉ તેમની સામે તેમના જ પરિવારમાં  કાકા વિક્રમભાઈ માડમ સામે રાજકીય લડાઈ લડી ચૂકયા છે જો કે, આ વખતે તેમની સામે કોંગ્રેસમાંથી કોણ લડશે તે હજુ નકકી થયું નથી એક તરફ હાર્દિક પટેલનું નામ ચર્ચામાં છે આવા સમયે ભાજપ દ્વારા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી  આવેલા ધારાસભ્ય હકુભા જાડેજાને ચૂંટણી પૂર્વે જ મંત્રીપદ આપી ક્ષત્રિય મતોને ભાજપ તરફ વાળવા પ્રયાસ કર્યો છે. જામનગર લોકસભા બેઠકનો રસપ્રદ ઈતિહાસ જોઈએ તો,  કોંગ્રેસના દોલતસિંહ જાડેજાએ 15 વર્ષ સુધી આ બેઠક કોંગ્રેસ પાસે જાળવી રાખી હતી ત્યારબાદ ભાજપના ચંદ્રેશ પટેલે બે દાયકા સુધી અને ત્યારબાદ આહિર સમાજના વિક્રમ  બે ટર્મ સુધી કોંગ્રેસનું શાસન જાળવી રાખ્યું હતું જોકે ગત ચૂંટણીમાં અહીં પૂનમબેનને ટિકિટ આપી ભાજપે માડમ પરિવારના કાકા-ભત્રીજી વચ્ચે રાજકીય જંગ ખેલાવતા અભૂતપૂર્વ જંગમાં પૂનમબેન માડમ 1.7પ લાખ મતોથી ભારે જીત મેળવી હતી.

જામનગર લોકસભા બેઠકમાં જ્ઞાતિવાઈઝ સમિકરણો જોઈએ તો આ બેઠક ઉપર અઢીલાખથી વધુ પાટીદાર મતો છે,  જ્ઞાતિના પણ બે લાખથી વધુ મતો છે ઉપરાંત મુસ્લિમ, ક્ષત્રિય, સતવારા, કોળી સહિતની જ્ઞાતિઓના મતદારોની પણ મહત્વની ભૂમિકા છે.

2014માં પૂનમબેને 1.75 લાખ મતોથી મેળવી હતી જીત

જો કે, હાલારના મતદારો પોતાની મતદાનની આગવી વિશેષતા માટે જાણીતા છે કારણ કે અગાઉ 2014માં લોકસભા બેઠક પર ભાજપને ખોબલે-ખોબલે મત આપનાર મતદારોએ વિધાનસભામાં અહીં કોંગ્રેસને જીત અપાવી છે. આ  પૂનમબેન રિપિટ થતાં જામનગર લોકસભા બેઠકનો જંગ રસાકસીનો બનશે તે વાત નક્કી છે.

Related posts

13 મોત કોવિડ બૉડીને લાકડાંથી અગ્નિસંસ્કારની મનાઈ

Nawanagar Time

આપ પાર્ટીની ગ્રાઉન્ડ લેવલની કામગીરીથી ભાજપ માટે ખતરાની નિશાની!

Nawanagar Time

વંથલીમાં રેશ્મા પટેલ ઉપર હુમલો

Nawanagar Time

Leave a Comment