Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર-ખંભાળિયામાં એન્જી.કોલેજ શરૂ થશે

engineer-college-will-start-in-jamnagar-khambhalia

ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા રાજય કરવામાં આવેલ રજૂઆતને પગલે પીપીપીના ધોરણે શરૂ થશે કોલેજ

જામનગર:-જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી શૈક્ષણીક ક્ષેત્રથી ડિપ્લોમા અને ડીગ્રી એન્જીનીયરીંગ કોલેજો શરૂ થનાર હોવાનું ધારાસભ્ય વિક્રમભાઇ માડમના કાર્યાલય દ્વારા જણાવાયું છે. ધારાસભ્ય માડમ દ્વારા સરકારમાં સરકારી ડિગ્રી-ડિપ્લોમા એન્જીનીયરીંગ કોલેજ શરૂ કરવામાં આવેલી રજૂઆતના પગલે પીપીપીના  બંન્ને શહેરોમાં એન્જીનીયરીંગ કોલેજ શરૂ થનાર હોવજાનું સરકારે જાહેર કર્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા દેવભૂમી દ્વારકા અને જામનગર જિલ્લાના મુખ્ય મથકો એવા અનુક્રમે જામ-ખંભાળિયા તથા જામનગર શહેરમાં ડીપ્લો એન્જીનીયરીંગ અને ડીગ્રી એન્જીનીયરીંગ કોલેજો કે જે કોલેજો સંપૂર્ણ રીતે સરકારી કોલેજ હોય, તેવી કોલેજ મંજુર  માટે મુખ્ય મંત્રી ગુજરાત રાજયને પત્ર દ્વારા જાણ કરવામાં આવેલ હતી. પરંતુ તેના બદલે ગુજરાત સરકારે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સંપૂર્ણ પીપીપીના ધોરણ ચાલતી કોલેજો (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંલગ્ન) મંજુર કર્યાની જાણ સરકારના પત્ર નં. 525/1020218/એમપી-એમએલએ-33/સ તા.3/1/2019થી કર્યાની જાણ ધારાસભ્ય વિક્રમભાઇ માડમને કરી હોવાનું યાદીમાં જણાવાયું છે.

જો  જામનગર અને દેવભુમી દ્વારકા જિલ્લાના વિદ્યાર્થીઓને એન્જીનીયરીંગના અભ્યાસ માટે બહારના જીલ્લામાં જવું પડતુ હોય ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા સરકાર આવેલી રજૂઆત બાદ નવી એન્જીનીયરીંગ કોલેજ શરૂ થવાના અણસારો મળતા આવનાર દિવસોમાં વિદ્યાર્થીઓને રાહત મળશે.

Related posts

મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં સહકાર આપવા જિલ્લા ચૂંટણી અધિકારીની અપીલ

Nawanagar Time

કરાવો ટિકિટ બુક: ઉનાળુ વેકેશન 35 દિવસનું રહેશે

Nawanagar Time

રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવને સ્વાઈન ફલૂ

Nawanagar Time

Leave a Comment