Nawanagar Time
ગુજરાત જામનગર

વર્ષો જૂનો ખેડુતો નો પ્રશ્ર્ન, પણ નિવારણ કાઈ નય.. વાણિયા વાગડિયા ડેમ અંગે તંત્રનું ભેદી મૌન

enigmatic-silence-of-the-system-about-waniya-wagadia-dam

મુદ્દત પે મુદ્દતના ઘાટ વચ્ચે 2019માં ડેમનું કામ પુરૂ થવાની તંત્રની લોલીપોપ

જામનગર:-જામનગર તાલુકાના વાણિયા-વાગડિયા ગામે છેલ્લા દોઢ દાયકાથી શરૂ થયેલ ડેમનું કામ પૂર્ણ થવાનું નામ જ ન લેતાં હવે લડી લેવાના મૂડ સાથે મેદાનમાં ઉતર્યા છે અને આગામી ચોમાસા પહેલાં ડેમના બંધારમાં દરવાજા ફિટ કરવાની માંગણી કરી રહ્યા છે ત્યારે આ મુદ્ે તંત્ર હજુ પણ મૌન ધારણ કરી બેઠું છે.

રણજીતસાગર ડેમથી ઉપરવાસ આવેલા વાણિયા-વાગડીયા ખાતે 2004થી એટલે કે પંદર-પંદર વર્ષથી આ ડેમનું કામ ચાલ્યા જ રાખે છે એટલું જ નહી અંદાજે દોઢ દાયકામાં આ મધ્યમ પ્રકારના ગણાય તેવા ડેમના કામમાં ખાસ કંઈ પ્રગતિ પણ થવા પામી નથી અને ગ્રામજનોએ આંદોલન કરવા પડે છે લડતો કરવી પડે છે. પ્રજા પ્રતિનિધિઓ દ્વારા રેલી લઈને જવું પડે છે છતાં ડેમનું કામ આગળ ધપતું જ નથી. ખરેખર આ વિસ્તારમાં ડેમની તાતી જરૂર છે. આમેય જામનગરથી દરેડ તરફના વિસ્તારમાં રણજીતસાગર ડેમ આઝાદી પૂર્વે રાજાશાહીમાં ઈ.સ.1930માં બન્યા બાદ (એ સૌરાષ્ટ્રનો પ્રથમ ડેમ ગણાય છે) અન્ય ડેમ બન્યા જ નથી. તેમજ જિલ્લાના એક મોટા ગજાના રાજકીય વ્યક્તિનું આ સ્વપ્ન રહ્યું છે. તેમના પક્ષના શાસન સળંગ હોવા છતાં કયા ગ્રહ નડે છે તે પ્રશ્ર્ન ચર્ચાય છે.

વધુમાં જિલ્લાના એક રાજકીય આગેવાન દ્વારા વાણિયા-વાગડીયામાં ખેડૂતોને ઉપયોગી ડેમ બનાવવાનું સ્વપ્ન જોવાયું હતું પરંતુ કોઇપણ કારણસર ઘોચમાં પડેલા વાણિયા-વાગડિયા જળાશયની મહત્વકાંક્ષી યોજના ક્યારે પૂરી થશે તે બાબતે તંત્ર ભલે સમય મર્યાદા જણાવે, પરંતુ છતાંય ખાસ કંઈ સ્યોર નથી તેવું તારણ નીકળે છે.

તંત્રનો જવાબ-2019 સુધીમાં પૂર્ણ કરવા આયોજન છે

વાગડિયા યોજનાના મુખ્યબંધ, માટી બં તથા હેડ રેગ્યુલેટરનું કામ ર00પથી શરૂ થઈ 2008માં મોટાભાગનું પૂરૂ, થયેલું અંશત: ડૂબમાં જતાં ગામોના વિસ્તારોની જમીન બાબતે તથા પુન: વસવાટ અંગે જમીન સંપાદનનો પ્રશ્ર્ન રહી જતાં કામ અટકી પડયું. હાલ પ્રોટેક્શન વોલનું કામ પ્રગતિમાં છે.

સ્પીલવે ગેપનું કામ પૂર્ણ થયે બ્રિજનું કામ થશે અને વર્ષ 2019 સુધીમાં કામ પૂર્ણ કરવા આ આયોજન છે (આમ, ઉંડ જળ સિંચનનું હજુ આયોજન છે સ્યોર કે ખાત્રી નથી.) તેવું અધિકારીક વર્તુળો જણાવી રહ્યા છે.

Related posts

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌપ્રથમ વખત ખનીજના બ્લોકની હરાજીનો કરાતો પ્રારંભ

Nawanagar Time

જામનગરમાં રિક્ષા પલ્ટી જતાં રિક્ષાચાલકનું અને જોડિયામાં ડૂબી જવાથી વિદ્યાર્થીનું મૃત્યુ

Nawanagar Time

ભૂજ-દાદર એક્સપ્રેસમાંથી મળી મહિલાની રક્તથી લથપથ લાશ..

Nawanagar Time

Leave a Comment