Nawanagar Time
ગુજરાત

આનંદો! ઓણ સાલ ‘સોળઆની વરહ’, હોળીની જવાળા એ આપ્યાં સંકેત..

enjoy-oon-sal-sixteen-bridalenjoy-oon-sal-sixteen-bridal

હોળીની જવાળા ઉત્તર-વાયવ્ય હોવાથી ચોમાસું સારૂ જવાના સંકેત

ખંભાળિયા:-ખંભાળિયામાં હોલિકા ઉત્સવની ભવ્ય રીતે ઉજવણી શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવી હતી.

ખંભાળિયામાં રામનાથ સોસાયટી, પોરગેઇટ, રાવળી હોળી, સ્ટેશન રોડ, તિરૂપતિ સોસાયટી, પાંચ હાટડી, વિજય ચોક, સલાયા ગેઇટ, સતવારા વાડ,  મંદિર, મહાદેવ વાડો, રામનાથ મંદિર, યોગેશ્ર્વરનગર, વાગડી ચોક, રાવલ પાડો, શુક્લ સ્ટ્રીટ સહિતના અનેક સ્થળે હોલિકા દહનના કાર્યક્રમો સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.

ખંભાળિયામાં ગગવાણી ફળીમાં રાજડાગેટ પાસે 100 વર્ષ જુની પરંપરાગત હોળી ઉજવાઇ હતી. જેમાં શાસ્ત્રોકત રીતે પૂજન કરીને હોળી પરંપરાગત રીતે ઉજવાઇ હતી જેમાં સુરેશભાઇ  દિલીપ કછેટીયા, નીતીન આચાર્ય, યોગેશ આચાર્ય, નવીનભાઇ લોહાણા, દિવ્યેશભાઇ સોની, કમલેશ જી. જોશી, નીતિન ગણાત્રા, વ્રજલાલ ડોડીયા, દીપ આચાર્ય, ઝીલ આચાર્ય સહિત જોડાયા હતા તથા વર્ષો જુની હોળીની ઉજવણી, ગોઠ તથા પરંપરાગત યાદોને તાઝી કરી હતી.

મોડી રાત્રિ સુધી હોળીની ઉજવણી માટે ગીત-સંગીત સાથે કાર્યક્રમો થયા હતા જેમાં મોટી  લોકો જોડાયા હતાં. હોળીની જાળ ઉત્તર તથા વાયવ્ય દિશામાં જતી હોવાથી વર્ષ બાદ આની થવાની સંભાવના હોવાનું જાણકારોએ કહ્યું હતું.

Related posts

મંથલી મિનિમમ રિચાર્જના નામે ટેલિફોન કંપનીઓ દ્વારા ચલાવાતી ઉઘાડી લૂંટ

Nawanagar Time

મંદીથી ગુજરાતમાં બાંધકામ ઉદ્યોગના ‘પાયા’ હચમચી ગયા!

Nawanagar Time

ભાજપના રાજમાં શિક્ષિતો બેરોજગાર બન્યાં: જયંતિભાઈ સભાયા

Nawanagar Time

Leave a Comment