Nawanagar Time
નેશનલ

આનંદો! ચોમાસામાં ચિક્કાર વરસાદ પડશે

enjoy-rainfall-will-occur-in-the-monsoon

ભારતીય હવામાન વિભાગ દ્વારા ‘અલનીનો’ના ખતરાને નકારાયો

નવી દિલ્હી:-ઓણસાલ હાડ થિજવતી ઠંડીએ ભૂક્કા કાઢ્યા બાદ ઉનાળાની શરૂઆત પણ આકરા તાપ સાથે થઈ છે. ત્યારે આગામી ચોમાસું  ખુશીઓની સૌગાદ લાવનારૂ બની રહેનાર હોવાનું ભારતના હવામાન વિભાગે આગાહી કરી છે. હાલમાં વૈશ્ર્વિક એજન્સીઓ અલનીનોના ખતરાના કારણે ચોમાસું મધ્યમ કે નબળું રહે તેવું જણાવી રહી છે ત્યારે ભારતીય હવામાન વિભાગે અલનીનોના ખતરાને નકારી કાઢી સારા ચોમાસાની આગાહી કરતાં જગતનો તાત ખુશખુશાલ બનશે.

ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ મોનસૂનને લઇને  વ્યક્ત કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ વર્ષે સારા અને જોરદાર વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગના અનુસાર મોનસૂનની ચાલ પર અલ નીનોનો કોઇ ખતરો નથી. અલ-નીનોની સ્થિતિ ન્યૂટ્રલ છે. હવામાન વિભાગે અલનીનોને લઇને દુનિયાભરની એજન્સીઓની આશંકાને નકારી કાઢી છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સહિત ઘણા દેશોની હવામાન એજન્સીઓ  ભારતમાં સ્કાઇમેટે પણ હવામાનની ચાલ પર અલનીનોની અસર પર આશંકા વ્યક્ત કરી હતી.

ભારત હવામાન વિભાગના મહાનિર્દેશક જે રમેશે કહ્યું કે આ વર્ષે સારો વરસાદ થઇ શકે છે. અલ નીનોના ખતરામાં તેમણે કહ્યું કે અત્યાર સુધી કોઇએ મજબૂત અલીનોની વાત કરી નથી. જોકે હાલ મોનસૂનની પેટર્ન વિશે પણ કંઇ  ઉતાવળ જ છે. પરંતુ અણસાર દેખાય છે કે આ વર્ષે સારો વરસાદ થશે. આગળ પરિસ્થિતિ બદલાઇ શકે છે, એટલા માટે યોગ્ય અનુમાનની રાહ જોવી પડશે. ભારતીય હવામાન વિભાગ આગામી મહિને મોનસૂનનું પહેલું અનુમાન જાહેર કરશે. સામાન્ય, સરેરાશ અથવા પછી સારા મોનસૂનનો મતલબ છે કે 50 વર્ષની લાંબી અવધિના સરેરાશનો  96 ટકાથી 104 ટકા વરસાદ થવો. સારા મોનસૂનની પરિભાષા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. તો 90 ટકા ઓછાથી ઓછો વરસાદ દેશમાં દુકાળની સ્થિતિ રહે છે.

Related posts

કોરોના વાયરસને કારણે વૈશ્ર્વિક જીડીપીમાં બોલશે કડાકો

Nawanagar Time

તો રાજકારણ જ છોડી દઇશ: સ્મૃતિ

Nawanagar Time

નિર્ભયા ફંડ હેઠળ ગુજરાતના સખી કેન્દ્રો માટે કેન્દ્ર સરકારે 14.54 કરોડ મંજૂર કર્યા

Nawanagar Time

Leave a Comment