Nawanagar Time
ગુજરાત

દ્વારકાના આકાશમાં પતંગોત્સવનો આનંદ

enjoy-the-kite-festival-in-dwarkas-sky

દ્વારકા:- પતંગબાજો દ્વારા આહલાદ્ક દ્રશ્યો સર્જીને પતંગબાજીને વિશ્ર્વ ફલક પર લઇ જવા માટે અમદાવાદમાં આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તે ઈવેન્ટને બે વર્ષથી અલગ અલગ સ્થળોએ પણ આયોજન કરવાનું સરકાર દ્વારા નિર્ણય કરાયો છે. જેમાં છેલ્લાં બે વર્ષથી દ્વારકામાં આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે આજે દ્વારકાના ઋક્ષ્મિણી મંદિરના પટ્ટાંગણમાં આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ યોજાયો હતો. જેમાં દેશ-વિદેશથી પતંગરસિયાઓ હાજર રહી આકાશનેે રંગબેરંગી બનાવ્યું હતું. દ્વારકાના જાણીતા રૂક્ષ્મણી મંદિરના પટાંગણમાં સવારે દસ વાગ્યાથી જ આંતરરાષ્ટ્રિય ફેસ્ટિવલ 2019 ચાલુ થયો હતો. આ તકે રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં હજારો સ્પર્ધકો જોડાયા હતાં અને દ્વારકાના સ્થાનિક લોકોએ પતંગ મહોત્સવની સાથે-સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોને મનભરીને માણ્યા હતાં. આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના પતંગબાજો આકાશને રંગબેરંગી કલાત્મક પતંગોથી રંગીન બનાવતા ઉપસ્થિત જનમેદની ખુશીથી ઝૂમી ઉઠી હતી.

Related posts

ગુજરાતમાં વાવાઝોડુ ત્રાટકવાની દહેશત

Nawanagar Time

ભાટીયા વિસ્તારમાં BSNL ઇજગકની કામગીરીથી ગ્રામજનો ત્રાહીમામ

Nawanagar Time

સરકારનો શાળા બંધ કરવાનો નિર્ણય તઘલખી: હેમંત ખવા

Nawanagar Time

Leave a Comment