Nawanagar Time
ગુજરાત જામનગર

ટાટ પરીક્ષા પેપર લીક કેસમાં પોલીસ સામે ફોજદારી દાખલ કરો

enter-the-criminal-against-the-police-in-the-tata-exam-paper-leak-case

પત્નીએ પરીક્ષા આપી ન હતી તેમજ ભાણેજ પરીક્ષાના ક્રાઇટેરિયામાં આવતો ન હોવાનું

જામનગર:-જામનગરમાં ગત તા. 27ના ટાટની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં એક બ્લોકમાં પરીક્ષા પત્રોનું કવર ખુલેલું જોવા મળતા હોબાળો થયો હતો. જે મામલે શાળાના કેન્દ્ર સંચાલક અને સત્યસાંઇના પ્રિન્સીપાલ મનીષ બુચ સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. દરમિયાન તપાસમાં ખુલ્યું હતું કે, પરીક્ષાર્થીઓની યાદીમાં મનીષ  પત્ની જીગ્નાશાબેન અરૂણકુમાર જોષી તેમજ ભાણેજ કૃણાલ પ્રદિપભાઇ માંકડ ટાટની પરીક્ષા આપી રહયા હોવાનું બહાર આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આની નોંધ પોતાના સોગંદનામા પર કરી હતી.

દરમિયાન મનીષ બુચના વકીલો દ્વારા સોગંદનામા સામે પ્રશ્નાર્થ ઉઠાવવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે, તેમના ભાણેજ કે  સત્યસાંઇ વિદ્યાલયના કેન્દ્ર પર પરીક્ષા આપી રહયા ન હતાં. પરંતુ જીગ્નાશાબેન ગુ.સા. મહેતા ક્ધયા વિદ્યાલયમાં તેમજ કૃણાલ માંકડ પી.વી. મોદી સ્કુલમાં આવ્યો હતો. જીગ્નાશાબેન સોશ્યલ સાયન્સની પરીક્ષા આપવાની હતી પરંતુ પરીક્ષા આપી ન હતી. જયારે કૃણાલની કેટેગરી પરીક્ષા બોર્ડે માંગી ન હતી અને તેઓ ગુજરાતી વિષયની પરીક્ષા આપી રહયા

આ ઉપરાંત સ્થળ સંચાલકની જવાબદારી સોંપાઇ ત્યારે તેઓએ પોતાના સગા-સંબંધી આ પરીક્ષામાં બેસવાના છે કે, નહી તેની વિગત આપવાની હતી તેવું જણાવવામાં આવ્યું હતું. પરંતુ પ્રિન્સીપાલના વકીલે સોગંદનામા પર પ્રશ્નો ઉઠાવી તપાસનીશ અધિકારી સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવાની માંગણી કરી હતી. જે અંગેનો હુકમ કોર્ટે આગામી ગુરૂવાર પર મુલત્વી  છે.

Related posts

દેવભૂમિ દ્વારકાના 31 ગામોને ટેન્કરથી અપાતું પાણી

Nawanagar Time

કાલથી સાગર સુરક્ષા કવચ કવાયતનો પ્રારંભ

Nawanagar Time

પત્રિકામાં સહી કરાવી પ્રજાનો અવાજ તંત્ર સુધી પહોંચાડવાનો ઝુંબેશ

Nawanagar Time

Leave a Comment