Nawanagar Time
ગુજરાત જામનગર

ક્રિકેટર રવિન્દ્રના બહેન નયનાબા જાડેજાની રાજકારણમાં એન્ટ્રી

entry-into-politics-of-cricketer-ravinders-sister-nayanabha-jadeja

જામનગર:-જામનગરના ક્રિકેટર અને ભારતીય ટીમના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાની બહેનને રાજકારણમાં સતાવાર એન્ટ્રી થઈ છે. જો કે જાડેજાની બહેન કોઈ જાણીતા નહીં પરંતુ તાજેતરમાં અસ્તિત્વમાં આવેલી રાષ્ટ્રીય મહિલા પક્ષમાં પ્રવેશ કર્યો છે. નૈનાબાને હાલ વેસ્ટર્ન કમાનના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓએ ગતિવિધિ તેજ કરી છે ત્યારે જાડેજાની બેનની રાજકારણમાં એન્ટરીને લઈને હાલ રાજકીય ચર્ચાઓ છેડાઈ છે.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની મોટી બહેન નૈનાબા જાડેજાએ આજે નેશનલ વુમન પાર્ટી સાથે વિધિવત જોડાઈ ગયા છે. પાર્ટીના સર્વેસર્વા ડો સ્વેતા શેટ્ટી દ્વારા આ બાબતની વિધિવત જાણ કરવામાં આવી છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને અસ્તિત્વમાં આવેલી આ પાર્ટી લોકસભામાં પણ મહિલાઓ માટે 50 ટકા અનામત ઈચ્છે છે. આ બાબતે નૈનાબાએ જણાવ્યું હતું કે પિતાના સંપૂર્ણ સહકારથી તે પાર્ટીમાં જોડાઈ છે. જાડેજાને હાલ વેસ્ટર્ન કમાન ( ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન)ના પાર્ટીનો હવાલો સોંપવામાં આવ્યો છે.

જો કે આ પાર્ટી તાજેતરમાં જ અસ્તિત્વમાં આવી હોવાથી હજુ ઘણી મંજિલ કાપવાની છે એમ રાજકીય પંડિતો ગણિત લગાવી રહ્યા છે. બીજી તરફ નૈનાબાના રાજકારણમાં પ્રવેશથી રાષ્ટ્રીય કે પ્રાદેશિક પાર્ટીઓને પણ કોઈ અસર નહીં પડે એમ રાજકીય વિશ્લેષકો મત દર્શાવી રહ્યા છે. પણ એક વાત તો જરૂર છે કે આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટી બની ગયેલ રવિન્દ્રની બેનની રાજકારણમાં એન્ટ્રી ટોચના રાજકીય પક્ષોનું ધ્યાન ખેંચશે. નૈનાબા હાલ જામનગરની જીજી હોસ્પિટલમાં નર્સ તરીકે અને રાજકોટ ખાતે રવીન્દ્રનો હોટલનો વ્યવસાય સંભાળે છે.

ઉલ્લેખનીય છે કે રવીન્દ્રની પત્નીની કરણી સેનાની મહિલા પાંખનું રાજ્યનું નેતૃત્વ અપાયા બાદ અને જાડેજા દંપતીની તાજેતરની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ મિસિસ જાડેજાની ભાજપમાં એન્ટ્રી અને આગામી લોકસભામાં જામનગર બેઠકમાં ભાજપના ઉમેદવાર તરીકેના ગણિત માંડવામાં આવ્યા હતા. ત્યારે નૈનાબાની રાજકારણમાં એન્ટ્રી આગામી સમયમાં તેના પરિવારનું રાજકીય ભાવિ માટે મહત્વરૂપ પુરવાર થશે એમ માનવામાં આવી રહ્યું છે.;

Related posts

ગુજરાતમાં આતંકી હુમલાની દહેશત, ભૂજમાંથી કબૂતર મળતા હાઇએલર્ટ

Nawanagar Time

જામનગર મહાપાલિકામાં અડધો-અડધ જગ્યાઓ ખાલી

Nawanagar Time

જામનગર જિલ્લામાં કરોડો રૂપિયાના રસ્તાના કામોનું બજેટ ખોરવાયું…!

Nawanagar Time

Leave a Comment