Nawanagar Time
ગુજરાત જામનગર

ગંદા પાણી મામલે રૂ.23 કરોડ બચાવવા એસ્સારના હવાતીયા

Essar's Havatia to save Rs. 23 crore for dirty water

જામનગરના ગંદા પાણીના શુદ્ધીકરણ માટેના પ્રોજેક્ટમાં કંપની નીષ્ફળ જતા જામ્યુ. કો.એ ડીપોઝીટ જપ્ત કરવા અને બ્લેકલિસ્ટ કરવા નોટીસ ફટકારી હતી : કોમર્શિયલ કોર્ટ  અને નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ સુધી મામલો પહોંચ્યો: જપ્તી નહી થાય તો પરત પણ નહિ મળે

જામનગર:-શહેરમાંથી રોજ નીકળતા 70 લાખ લીટર ગંદા પાણી ઉપર પ્રોસેસ કરવાનો તેને ચોખ્ખુ કરી રિયુઝ માટે ની વ્યવસ્થા કરવામા નિષ્ફળ ગયેલ એસ્સાર પ્રોજેક્ટ ઇ.લી.કંપનીએ કરાર ભંગ કર્યો હોઇ રૂપિયા 23 કરોડની ડીપોઝીટ જપ્ત થતી રોકવા કંપની હવાતિયા મારે છે. બીજી તરફ પાણી તો દરિયામાં જ જાય છે જો કે પ્રદુષણ બોર્ડે રોજ પાણી શુદ્ધ થાય તે નદી મા જાય તો વાંધો નહી તેવી અધકચરી મંજુરી આપી હતી.

શુદ્ધીકરણ કરેલુ પાણી રીયુઝ માટે ઉદ્યોગોને આપવાની વ્વસ્થા કંપની સાથેના કરાર ની શરત હતી નહિતો જોગવાઇ મુજબ ડીપોઝીટ જપ્ત કરવાની થાય  હવે સમગ્ર પ્રોજેક્ટનુ અડધુ કામ કરનાર કંપનીએ રૂ.23 કરોડ બચાવવા હવાતિયા શરૂ કર્યા જે માટે કંપનીએ કોમર્શીયલ કોર્ટમાં ધા નાંખી હતી. ઉપરાંત નેશનલ  કંપની લો ટ્રીબ્યુનલમાં પણ ધા નાંખી છે ત્યારે હાલ પુરતુ આ ડીપોઝીટ ભલે જપ્ત નહી થાય તો કંપની ને પરત પણ નહી પણ મળે જામનગર મ્યુ.કોર્પોરેશન માટે આ ડીપોઝીટ  રીન્યુ થયેલી રહેશે. આમ કામ પુરૂ નહી કરનાર કંપની ના ડીપોઝીટ બચાવવા હવાતીયા તંત્રમાં ચર્ચાના ચાકડે છે.

વર્લ્ડ બેંક સહાય સહિત રૂ. 86 કરોડથી વધુ રકમના ખર્ચા બાદ પણ મુળ હેતુસર ન થયો હોય તો હવે સરકારે સમગ્ર મામલો હાથમાં લેવાની ફરજ પડી છે આવુજ પાટનગર ગાંધીનગર ના પ્રોજેક્ટમાં પણ આવુ થયુ છે . માટે જામનગર સહિત આ બંને પ્રોજેક્ટ માં ખાસ કરી  મેન્ટેનન્સ અને જંગી જથ્થા ના પ્રોસેસ થયેલા પાણી ને ઔદ્યોગીક વપરાશ માટે આપવુ અને તે માટે ફરજ પણ પાડવી તે માટેના કામ આપવા માટે ટુંક સમયમાં ટેન્ડર બહાર પડાશે.

પ્રોજેક્ટ માટે પરસેવો પડાયો છે પરંતુ…..

શહેરમાં પહેલાં ગંદા પાણી રંગમતી નદીમાં અને દરિયામા  નિકાલ કરવામાં આવતા નદી અને      દરિયાઇ જીવસૃષ્ટિને વિપરીત અસર થતી હતી. વર્ષ 2011માં માં શહેરમાં ઇકો કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત વર્લ્ડ બેંક પાસેથી રૂ. 70 કરોડની સહાય મેળવી શહેરના ગાંધીનગર પાછળ 70 એમએમડી ગંદાપાણીના શુદ્ધી કરણના સીવેજ ટમેન્ટ પ્લાન્ટની કામગીરીનુ આયોજન થયુ જે કામ એસ્સાર પ્રો. એ સરકારમાંથી મેળવ્યુ અને ટ્રીટમેન્ટ પુરતુ કામ ઓગષ્ટ 16 માં પુર્ણ કરાયુ હતુ. શુદ્ધિકરણ બાદ ઔધોગિક વપરાશમાં પાણીનો ઉપયોગ કરી તેમાંથી મળતી આવક પૈકી દર વર્ષે રૂ. 2 કરોડ પ્રીમીયમ પેટે જામનગર મહાપાલિકાને આવક સ્વરૂપે મળી રહે તેમજ શુદ્ધિ કરણ થયેલું પાણી નદીમાં છોડવાને બદલે તેનો સદઉપયોગ થઇ શકે તે મુજબ મનપાને આ કામ માટે મે એસ્સાર પ્રોજેકટ ઇન્ડિયા ની સાથે કરાર કરી રૂ. 23 કરોડ ડીપોઝીટ પેટે જમા લીધા હતાં કરારની શરતો મુજબ શુદ્ધ થયેલા પાણીના પુનવપરાશ માટે જરૂરી પાઇપાઇન નેટવર્ક અને પમ્પીગ સ્ટેશન વગેરે કરવાનું કામ કંપનીએ કર્યું નથી.

કરાર ભંગ થતા નોટીસ ફટકારાયાનો સમગ્ર મામલો

જામ્યુકોના ભૂગર્ભ ગટર શાખાના કાર્ય પાલક ઇજનેર ડી.એચ છત્રાળાએ જણાવ્યું હતું કે,  સુએજ  ટ્રીટમેન્ટ પ્લાનનું 5 વર્ષ સુધી સંચાલન કરવાનો કરાર કરનાર કંપની એસ્સાર પ્રોજેકટ ઇન્ડીયા લી.ને ગંદાપાણીના શુદ્ધીકરણ  કામ બાદ પાણી માટે ગ્રાહકો શોધી ન શકતા અને કરારની શરત મુજબ પાણી ના પુન:વપરાશ માટે જરૂરી પાઇપલાઇન નેટ્વર્ક સહીતનું કામ ન કરતાં કંપનીએ ભરેલી રૂ23 કરોડની ડીપોઝીટ જપ્ત કરી બ્લેકલીસ્ટ કરવા કંપનીને નોટી ફટકારવામાં આવી  છે. નિયમાનુસારની કાર્યવાહીનો અર્થ કંપની ને બ્લેકલીસ્ટ  કરવી અને પગલા લેવાની કાર્યવાહી એવો થાય છે તેમ પણ ઉમેર્યું હતું. પાણીના પુનવપરાશ માટેના નેટવર્કમાં 10 કરોડનું રોકાણ અને પુનવપરાશ માટે ફરી પાઈપલાઈનું નેટવર્ક અને પમ્પીગ  માટે રૂ 60 કરોડનુ  રોકાણ  કે ખર્ચ કરવાનું થાય છે પરંતુ શુધ્ધ કરેલા પાણી લેવા માટે ક્રૌઇ ગ્રાહકો ન મળતાં કામગીરી ન થઈ શકી હોવાનું જાણવા મળ્યું છે.  પ્લાન્ટનો ગાળિયો હવે સરકારના ગળામાં આવ્યો છે.

Related posts

સોશિયલ ડિસ્ટન્સનો ઉલાળિયો, કોરોનાને કંકોત્રી..

Nawanagar Time

જામનગર ગ્રામ્ય બેઠક માટે કોંગ્રેસની સેન્સ

Nawanagar Time

રણજીત રોડ કબ્જે કરી લેતાં સાયકલના ધંધાર્થીઓ

Nawanagar Time

Leave a Comment