Nawanagar Time
ગુજરાત જામનગર

મોંઘીદાટ પણ ‘સસ્તી’ ગાડી બૂક કરાવનારા ફસાયા

even-the-cheaper-carrier-gets-trapped-in-the-book

પહેલાં ત્રણ દિવસ બાદમાં સાત દિવસ અને હવે ત્રણ મહિને’ય નથી ગાડી મળતી કે નથી પૈસા!

જામનગર:-જામનગરમાં શો-રૂમ કિંમતથી પણ રપ થી 30 ટકા સસ્તા ભાવે લકઝુરિયસ ગાડી વેંચવાના ચર્ચાસ્પદ કૌભાંડમાં જામનગર અને સૌરાષ્ટ્રના અનેક લોકો  હોવાની વિગતો બહાર આવી છે. ‘આ બૈલ મુઝે માર..’ ઉક્તિને સાર્થક કરતાં આ કિસ્સામાં સસ્તા ભાવે મોંઘીદાટ ગાડી વસાવવાનો શોખ લાલચુઓને ભારે પડી રહ્યો છે. કારણ કે, ફ્રોડસ્ટરો દ્વારા અગાઉ લોકોને ટાઈમ-ટુ-ટાઈમ ગાડી આપ્યા બાદ હવે બાકી રહેલાં લોકોને મુદ્દત.. પે મુદ્દત.. ની જેમ છેલ્લા 3 મહિનાથી નથી ગાડી  કે નથી મળતાં પૈસા! આ સ્થિતિમાં લોકો બરાબરના ફસાયા હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

જામનગરમાં છેલ્લા લાંબા સમયથી સસ્તા ભાવે મોંઘી ગાડી વેંચવાના કારસ્તાનમાં પહેલાં પોલીસ બાદ ઈન્કમટેકસે આ ચોંકાવનારી સ્કીમ કઈ રીતે ચાલે છે? અને કોના દ્વારા સંચાલન કરવામાં આવે છે? તેના અંકોડા મળવવાનું શરૂ કરતાં જ ફ્રોડસ્ટર  ફફડાટ વ્યાપી ગયો છે અને લોકોમાં પણ જાગૃતિ આવતાં લોકોએ કાં તો ગાડી આપો, કાં તો પૈસા આપોની ઉઘરાણી શરૂ કરી દેતાં ખૂલ્લા પડી ગયેલાં સ્કીમના સંચાલકો સસ્તા ભાવે ગાડીની લાલચમાં આવેલાં લાલચુ લોકોને માત્ર ઠાલા આશ્ર્વાસનો જ આપી રહ્યાં હોવાનું ટોંચના વર્તુળો જણાવી રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે,  મોટા માથાઓ અને વગદારોને અગાઉ આઉડી, ફોર્ચ્યુનર, ક્રેટા, ઈનોવા જેવી ગાડીઓ ફટાફટ આપી દીધાં બાદ હવે બાકી રહેતાં લોકોને ગાડી કે નાણાં આપવાના નામે ઉઠાં ભણાવવામાં આવી રહ્યાં છે. શરૂઆતમાં નાણાંકિય ભીડમાં આવેલા સ્કીમ સંચાલકો 3 દિવસની મુદ્દતમાં ગાડી કાં પૈસા મળી જશે તેવી ખાત્રી આપતાં હતાં. બાદમાં દિવસે-દિવસે  મુદ્દતમાં વધારો થઈ રહ્યો છે. 3 દિવસની મુદ્દત 7 દિવસની થઈ ત્યારબાદ 7 ના બદલે 1પ દિવસ, 1પ દિવસનો મહિનો અને હવે મહિનાના 3-3 મહિના વીતવા છતાં પણ લોકોને નાણાં કે ગાડી ન મળતાં સસ્તી ગાડીમાં બરાબરનું કોકડું ગૂંચવાયું છે.

વધુમાં સસ્તા ભાવે લકઝુરિયસ ગાડીના દીવાસ્વપ્નો દેખાડી લોકોને ખંખેરવા  પડેલી ઠગ્સ ઑફ જામનગરની આ ટોળકી હવે લાંબુ નહીં ખેંચી શકે તેવા સ્પષ્ટ એંધાણો વચ્ચે આ મામલે હવે જે-જે લોકોના નાણાં ફસાયા છે તેઓ પોતાના વગદાર મિત્રો મારફતે નાણાં પરત કઢાવવા મહેનતમાં લાગી ગયાં હોવાનું સૂત્રો અંતમાં જણાવી રહ્યાં છે.

Related posts

જામનગરના કોરોના સંક્રમિત 14 વિસ્તારો ક્ટેનમેન્ટ ઝોન

Nawanagar Time

ખંભાળિયામાં ભાજપરાજમાં ભાજપના જ મહિલા સદસ્યાના ઉપવાસ

Nawanagar Time

જામનગરમાં કોરોના પ્રકોપ ઘટ્યો: 48 કલાકમાં બે મોત

Nawanagar Time

Leave a Comment