Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

દરેક ઉંમરમાં થવું પડે છે શિકાર

every-age-has-to-be-hunted

સબ ટીવી પર આવતી સિરિયલ તારક મહેતા કા ઊલટા ચશ્માં ફેમ મુનમુન દત્તા (બબીતાજી)એ MeToo કેમ્પેનનું સમર્થન કર્યું છે. તેણે કહ્યું કે દરેક મહિલાએ ઉંમરના કોઇ ને કોઇ પડાવ પર જાતીય શોષણનો શિકાર બનવું પડતું હોય છે.

તેમણે કહ્યું કે જે મહિલાઓ MeToo કેમ્પેન દ્વારા પોતાની ભાવનાઓ વ્યકત કરતી રહે છે, સમાજે તેનું સન્માન કરવું જોઇએ. મુનમુને ગયા વર્ષે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને જણાવ્યું હતું કે મારી પાડોશમાં રહેતા એક અંકલ મોકો શોધીને મને પકડી લેતા એટલું જ નહીં, ધમકાવતા પણ હતા કે હું આ વાત કોઇને ન કહું.

મુનમુને લખ્યું છે કે આજે કંઇક એવું લખી રહી છું, જેને બાળપણમાં જીવતી વખતે મારી આંખમાં આંસુ આવી જતાં હતાં. આ એવી ઘટનાઓ હોય છે, જે તમને અંદરથી હલાવી દે છે. આ ઘટનાઓ બાદ ઘણી છોકરીઓ પુરુષોને નફરત કરવા લાગે છે.

Related posts

હું મુસલમાન, પત્ની હિન્દુ અને મારા બાળકો હિન્દુસ્તાની : શાહરૂખ

Nawanagar Time

જાણો કે,સલમાન -ઐશ્વરિયાના રિલેશન પર સોહેલ શું બોલ્યો ?

Nawanagar Time

સ્ટુડન્ટ ઑફ ધ યર-3માં જોવા મળશે અલાયા?

Nawanagar Time

Leave a Comment