Nawanagar Time
નેશનલ

દેશના દરેક નાગરિકને કોરોના વૅક્સિન મળશે: વડાપ્રધાન મોદી

નવીદિલ્હી: વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે દેશના દરેક નાગરિકને કોરોનાની વેકસીન મળશે કોઇ પણ વ્યકિત બાકી નહિ રહી જાય. કોરોના સામે આવ્યા બાદ એક અંગ્રેજી અખબારને આપેલ ઇન્ટરવ્યુંમાં તેમણે જણાવ્યું હતુ કે ભારતની ઇકોનોમી ઝડપથી પાટા પર પાછી ફરી રહી છે. તેમણે ઉમેર્યું હતુ કે રોકાણ માટેનું ભારત શ્રેષ્ઠ ડેસ્ટીનેશન છે. એટલુ જ નહિ ભારત હજુય 5 ટ્રીલીયન ડોલરની ઇકોનોમી બનવાની તાકાત ધરાવે છે.

એક અંગ્રેજી અખબારના એક સાક્ષાત્કારમાં પીએમે કહ્યું કે દેશની ઈકોનોમી આશા કરતા વધારે ઝડપે પાટે ચઢી રહી છે. હાલામાં સુધારા માટે ઉઠાવવામાં આવેલા પગલા તેના સંકેત આપે છે કે ભારત બજારની તાકાત પર ભરોસો કરે છે. પીએમએ એમ પણ કહ્યું કે ભારતમાં એગ્રીકલ્ચર, એફડીઆઈ, મૈન્યુફેકચરિંગમાં તેજી અને ગાડીઓના વેચાણમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ઈપીએફઓમાં વધારે લોકોનું જોડાવું એ દર્શાવે છે કે નોકરીઓમાં ઝડપથી તેજી આવી હતી.

તેમણે કહ્યું કે મેન્યૂફેકચરિંગ સેકટરમાં સુધારાનો એક ભાગ હતો શ્રમ સુધાર. અમે એમ જ કર્યું છે. સમગ્ર વિકાસ ત્યાં સુધી નહીં થાય જયાં સુધી ભારતમાં વર્કફોર્સને ઓપચારિકતાનો લાભ નહીં મળે.’ તેમજ તેમણે કહ્યું કે ગત કેટલાક મહિનામાં કરવામાં આવેલા સુધારમાં મેન્યૂફેકચરિંગ અને કૃષિ બન્ને સેકટરમાં વિકાસ દર અને રિર્ટનને વધારવામાં મદદ કરશે. કોરોના બાદ આર્થિત સ્થિતીમાં દ્યટાડો નોંધાયા બાદ પીએમે કહ્યું કે આપણે આર્થિક સુધારાના રસ્તે છે. સૌથી પહેલા કૃષિમાં જેમ કે મે પહેલા પણ કહ્યું આપણાં ખેડૂતોએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે અને અમે એમએસપીના ઉચ્ચત્ત્મમ સ્તર પર રિકોર્ડ ખરીદી પણ કરી છે. રકોર્ડ ઉત્પાદન અને રેકોર્ડ ખરીદ માટે ગ્રામીણ અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ આવક થશે. જે માંગનું ચક્ર હશે. બીજું રેકોર્ડ એફડીઆઈ ફ્લો ભારતના રોકાણકાર દેશ તરીકે બનતી તસ્વીર દર્શાવે છે.

આ વર્ષે મહામારી છતાં આપણે એપ્રિલ ઓગસ્ટ માટે ઼ 35.73 બિલિયનની એફડીઆઈ મળી છે. જે ગત વર્ષની આ સમયાવધીની સરખામણીએ 13 ટકા વધારે છે. ત્રીજું ટ્રેકટરનાં વેચાણની સાથે સાથે ઓટો વેચાણમાં પણ ગત વર્ષના સ્તરે પહોંચી રહ્યુ છે અથવા પાર કરી રહ્યુ છે. આ માંગમાં મજબૂતી વધારાના સંકેત આપે છે. ચોથું મેન્યુફેકચરિંગ સેકટરમાં સતત ભારતને સપ્ટેમ્બરમાં ચીન અને બ્રાઝિલ બાદ પ્રમુખ ઉભરતા બજારોના 2 મોટા સ્તર ચઢીને ત્રીજા સ્થાન પર લાવવામાં મદદ કરી છે . ઈ વે બિલ અને જીએસટી સંગ્રહ વૃદ્ધિ સારી રહી છે.

લોકડાઉન જેવી રણનીતિથી ભારતે લાખો લોકોના જીવ બચાવ્યા છે. તેઓએ કહ્યું કે હજુ પણ વર્ષ 2024 સુધી 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમીનું લક્ષ્ય પ્રાપ્ત કરવા પ્રતિબદ્ઘ છે. વડાપ્રધાને કહ્યું કે ટીકાકારો સરકારની છબિ ખરાબ કરવા માંગે છે. પીએમ મોદીએ કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા આશાથી પણ વધુ ઝડપથી પાટા પર પરત ફરી રહી છે.

જો કે સુધારવાદી પગલા દુનિયાને સંકેત છે કે નવું ભારત બજારની તાકાતો પર ભરોસો કરે છે. તે રોકાણનું સૌથી મનપસંદ ડેસ્ટીનેશન બનશે. વડાપ્રધાને આ ઇન્ટરવ્યૂમાં ઇકોનીમી, કોવિડ-19, રોકાણ, સુધાર જેવા અનેક મુદ્દાઓ પર વાત કરી. કોવિડ મહામારી બાદ ઝડપથી બદલાતી દુનિયામાં ’નવા ભારત’ની શું ભૂમિકા હશે તે અંગે પણ તેમણે વાત કરી.

કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયા બાદ પીએમ મોદીનો આ પહેલો વિસ્તૃત ઇન્ટરવ્યૂ છે. વડાપ્રધાને મહામારી સામે સરકારે લડેલા જંગ અને દેશની ઇકોનોમી પર ખૂબ જ ભાર મૂકયો. ચીનનું નામ લીધા વગર તેઓએ કહ્યું કે મહામારી બાદ દુનિયામાં ભારત મેન્યૂફેકચરિંગ અને સપ્લાય ચેઇનની વ્યવસ્થામાં અગ્રણી દેશોમાં સામેલ થશે. ભારત બીજા દેશોની નુકસાનથી ફાયદો ઉઠાવવામાં વિશ્વાસ નથી રાખતો, પરંતુ ભારત પોતાના લોકતંત્ર, જનસંખ્યા અને ઊભી થયેલી ડિમાન્ડથી આ મુકામ હાસલ કરશે.

Related posts

કોરોના વોરિયર્સ માટે આગળ આવ્યા શાહરૂખ અને સોનાક્ષી

Nawanagar Time

પતિએ વોટસઅપ પર બુક કરીને બોલાવેલી કોલગર્લ પત્ની જ નીકળી

Nawanagar Time

વધુ 19 દિવસ લૉકડાઉન

Nawanagar Time