Nawanagar Time
હેલ્થ ટીપ્સ

દરરોજ સવારે પીઓ એક કપ લેમન ટી, આ બીમારીઓથી દૂર રહેશો

every-morning-drink-a-cup-of-lemon-tea-stay-away-from-these-diseases

હેલ્ધી રહેવા માટે બ્લેક ટી અને ગ્રીન ટી પીવાની સલાહ તમે કેટલીય વાર સાંભળી હશે પણ શું તમને ખબર છે કે આપણા સ્વાસ્થ્ય માટે લેમન ટી પણ એટલી જ ફાયદાકારક છે. તો ચાલો આજે તમને જણાવીએ લેમન ટી પીવાથી થતા એવા ફાયદા વિશે જે જાણીને તમે તરત જ તે પીવાનું શરૂ કરી દેશો.

ઝેરી પદાર્થો દૂર કરે

લીંબુ આપણા શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર કરવાનું કાર્ય કરે છે, જે કિડની, યકૃત અને આંતરડા સંબંધિત ઘણાં જીવલેણ રોગો સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. દરરોજ સવારે આ ચા પીવાથી તાજગી અનુભવાશે.

શરદી-તાવમાં ઉપયોગી

લેમન ટી રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. આ સાથે જ તે તમને શરદી-તાવ થતાં બચાવે છે. આ ટી ખૂબ જ હેલ્ધી ગણાતી હોવાથી કોઈપણ રીતે તેની સાઇડ ઈફેક્ટ નથી થતી.

મૂડ કરે છે ફ્રેશ

લેમન ટી પીવાથી શરીરમાં તાજગીનો અનુભવ થવાથી માનસિક શાંતિ મળે છે. જેના કારણે તમારો મૂડ હંમેશાં સારો રહે છે.

પાચનક્રિયા યોગ્ય બનાવે છે

લીંબુ શરીરમાં રહેલાં ઝેરી પદાર્થો દૂર કરે છે, જેના કારણે પાચનક્રિયા સારી રહે છે. આ ઉપરાંત લેમન ટી સૌથી મોટો ફાયદો એ છે કે તે વજન વધતાં અટકાવે છે.

લોહી ગંઠાઇ જતાં રોકે છે

આ વિશિષ્ટ ચામાં ફ્લેવોનોઇડ્સ નામના રસાયણો રહેલા હોય છે, જે ધમનીઓમાં લોહીની ગાંઠ બનતાં રોકે છે. આ રીતે તે હૃદયને હંમેશા તંદુરસ્ત રાખે છે.

Related posts

બિન્દાસ પણે પીઓ આ મિલ્કશેક્સ,જરાપણ નહિ વધે તમારું વજન…

Nawanagar Time

આ વાત જાણીને ઢોસાના પ્રેમીઓ આજ બાદ ઓર્ડર નહીં કરે મસાલા ઢોસા…

Nawanagar Time

જાણો કે શું છે કપીંગ થેરપી,અને તેની ખાસિયતો…

Nawanagar Time

Leave a Comment