Nawanagar Time
ગુજરાત જામનગર

દર વર્ષે રૂા.6.25 કરોડની છૂટક દવા ખરીદતી જી.જી. હોસ્પિટલ

every-year-a-gg-that-is-buying-a-retail-drug-of-rs-6-25-crore-hospital

લેબોરેટરી, એકસરે, સોનોગ્રાફી, એમઆરઆઇ, સીટી સ્કેન વગેરે પરીક્ષણો તેમજ સર્જરી, સામાન્ય સહિત ખર્ચનો અંદાજ મુકાય તો 150 કરોડથી વધુ વાર્ષિક ખર્ચ

જામનગર:-સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ જે જામનગરમાં આવેલી છે તેમાં વર્ષે રૂપિયા સવા છ કરોડની દવાની ખરીદી થાય છે ત્યારે એક અંદાજ મુજબ જોઇએ તો કુલ બિમારના વધુમાં વધુ  ટકા જ દર્દીઓ ત્યાં જતાં હોય તે સિવાય 20 ગણા દર્દીઓ અને 20 ગણી દવા પરીક્ષણોનો ખર્ચ હાલારીઓ કરે છે.

જામનગરની જી.જી. હોસ્પિટલમાં દરરોજ એક મીની જામનગર કે મીની હાલાર ઉભરે છે અને જુદા જુદા 23 વિભાગ અને 40 એકરથી વધુ કેમ્પસ સહિતના હોસ્પિટલ બિલ્ડીંગમાં ઓપીડીના સાડાત્રણથી ચાર હજાર  દાખલ 1200થી વધુ દર્દીઓ અને તેઓના સગા-સ્વજનો મળી આઠથી દસ હજાર લોકોની અહીં અવરજવર રોજની રહે છે. તેમાંય આવતા દરેક દર્દીઓને માટે દવા પુરી પાડવા સરકાર સ્ટોક પુરો પાડે છે તેમ છતાં તાત્કાલિક ખરીદી કરવી પડે તો પણ હોસ્પિટલ તંત્ર કરે છે.

આવી તાત્કાલિક જરૂરિયાત અંતર્ગતની છેલ્લા એક વર્ષની  રૂપિયા છ કરોડ 25 લાખની ખરીદી થઇ છે દવા વિતરણ માટે પાંચ બારી અને 11નો સ્ટાફ છે. આ તાત્કાલિક ખરીદી તો કુલ દવાના પ્રમાણમાં કયારેક વધુમાં વધુ દસ ટકા જેટલું કદાચ હોય તો વર્ષે રૂપિયા 60 કરોડથી વધુ કિંમતની તો દવા અહીંથી વિતરણ થાય છે તે સિવાય લેબોરેટરી, એકસરે,  એમઆરઆઇ, સીટી સ્કેન વગેરે પરિક્ષણો તેમજ સર્જરી, સામાન્ય ડ્રેસીંગ સહિત ખર્ચનો અંદાજ મુકવામાં આવે તો માત્ર સારવાર માટે 150 કરોડથી વધુનો વાર્ષિક ખર્ચ થતો હોય છે.

Related posts

જામનગર જિલ્લામાં જમીન રિ-સર્વેમાં ગોલમાલ

Nawanagar Time

ખેડૂત અધિકાર સંમેલન માટે તૈયારીઓને અપાતો આખરી ઓપ

Nawanagar Time

ડરો-ના જામનગરમાં માસ્ક-સૅનેટાઈઝરના કાળા બજાર કરનારની ખૈર નથી: કલેકટર

Nawanagar Time

Leave a Comment