Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર જિલ્લામાં દર વર્ષે નિકળે છે 3000 નવા રેશનકાર્ડ અને 15,000 આધારકાર્ડ

every-year-in-jamnagar-district-there-are-3000-new-ration-cards-and-15000-support-cards

બોગસ રાશનકાર્ડ અને આધારકાર્ડ કાઢવાના કિસ્સામાં વધારો થતાં ખરાઇ કરવી જરૂરી

જામનગર:-સામાન્ય રીતે રેશનકાર્ડ, આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાયવીંગ લાયસન્સ, ક્રેડીટ કાર્ડ, માં અમૃતમ કાર્ડ વગેરે નીકળી જાય એટલે ભયો ભયો ગણાય અને તે માટે જરૂરી સ્કુલના દાખલા, નગર સેવકોના દાખલા, રહેઠાણના કોઇ પુરાવાના આધારે થતી કામગીરી અંગે ચકાસણીની અલગથી ખાસ વ્યવસ્થાનો સમય પાકી ગયો છે. જિલ્લા તંત્રએ આપેલી વિગતો મુજબ દર વર્ષે 3214 નવા રેશનકાર્ડ નિકળે છે તેમજ નવા આધાર કાર્ડ 15 હજાર નીકળે છે. તેમજ સુધારા વધારાની તો ગંજ ખડકાય તેટલી અરજીઓ આવતી હોય છે.

આટલી સંખ્યાના કાર્ડના કારણે 15 હજારની વસ્તી વધતી રહે છે એ સિવાય નવા જન્મથી નામ ઉમેરાય લગ્ન કરીને આવતારના નામ ઉમેરાય તે પ્રક્રિયા તો સતત ચાલતી રહે તેની સામે લગ્ન કરી બહાર ગામ જનારા, મૃત્યુ પામનારા કે થીફટ થનારા પરીવારોથી નામ કમી પણ થાય છે.

જામનગર શહેરમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી થતુ માઇગ્રેશન વધુ છે માટે અહીં કાર્ડની સંખ્યા વધવાની સાથે વસતી વધવાની સંભાવના વધુ છે. સાથે સાથે દરેક યોજનાઓમાં આધારકાર્ડ અનિવાર્ય હોઇ તે માટે પણ ધસારો રહે છે.

આ દરેક બાબતે વચ્ચે જરૂર એ છે કે આવા તમામ આધાર દસ્તાવેજોની સમયાંતરે ચકાસણીની ઝુંબેશ હાથ ધરાય તે જરૂરી છે કેમ કે બોગસ રેશનકાર્ડ, બોગસ આધારકાર્ડ, બોગસ પાન કાર્ડ, બોગસ ડ્રાઇવીંગ, બોગસ ક્રેડીટ કાર્ડ વગેરે મળી આવતા હોય છે તે બાબત સામાન્ય બની રહી છે. આ તમામ બાબતોની સમાજ હીત, રાષ્ટ્રહિત, સલામતી માટે તપાસ જરૂરી છે.

Related posts

જામનગરમાં બૉર્ડ-કૉલેજની પરીક્ષામાં ડુપ્લિકેટ રિસિપ્ટ બનાવતો કલાસિસ સંચાલક ઝડપાયો

Nawanagar Time

લોન અને વીજ બીલના નામે સરકારે ગરીબોની ઠેકડી ઉડાવી

Nawanagar Time

જામનગર મહાનગર પાલિકામાં આજથી ‘કમિશ્નર રાજ’

Nawanagar Time

Leave a Comment