Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં બધું રિલાયન્સને પૂછીને કરવામાં આવે છે: હાર્દિક પટેલ

everything-is-done-by-asking-ril-in-jamnagar-hardik-patel

હું ચૂંટણી લડીશ તો રિલાયન્સ 500 કરોડ બગાડશે: હાર્દિક પટેલ

જામનગર:-હાર્દિક પટેલ ફરી એક વખત પાટીદાર અનામત આંદોલન સમયના તેવરમાં આવી ગયો છે. ગઈકાલે હાર્દિકે જામનગરથી પોતાના એફબી પેજ પર લાઇવ સંબોધન કર્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે જામનગરમાં  થાય છે તે રિલાયન્સને પૂછીને કરવામાં આવે છે. ચાર ધામ પૈકી એક દ્વારકા સુધી રસ્તો કેમ ન બનાવવામાં આવ્યો. રિલાયન્સ માટે ફાયદો થાય તે માટે ત્યાં સુધી રસ્તો બનાવવામાં આવ્યો છે. મારે ચૂંટણી લડવી કે નહીં તે કોર્ટ નક્કી કરશે. હું ચૂંટણી લડીશ તો રિલાયન્સ 500 કરોડ બગાડશે તેવો  ટોણોં પણ હાર્દિકે માર્યો હતો.

લાખો ફોલોઅર્સ ધરાવતા પોતાના એફબી પેઈજ પર હાર્દિકે સાંસદ પૂનમ માડમે દત્તક લીધેલા ગામમાં વિકાસ ન થયો હોવાનું જણાવી કહ્યું હતું કે, જામનગરના હાલના સાંસદ પુનમબેન માડમે જાંબુડા ગામને દત્તક લીધું છે. પરંતુ ગામમાં ભૂગર્ભ ગટર નથી, શાળામાં પ્રિન્સિપાલ નથી અને બે ક્લાસ વચ્ચે  જ શિક્ષક છે. જામનગર જિલ્લાના 27 મુદ્દાઓ સાથે લાઇવ થયો છું. મીડિયા પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અમુક મીડિયાને હું જામનગરથી લડત આપું તે પસંદ નથી.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મુદ્દાઓ સાથે વાતો રજૂ  કરતાં જણાવ્યું હતું કે, ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું છે. ચૂંટણી લડવાનો મને મોકો  કે નહીં મળે તે કોર્ટ નક્કી કરશે. પરંતુ છેલ્લા કેટલાય દિવસથી જામનગર લોકસભાના 10 તાલુકાઓમાં ફર્યો છું અને ત્યાંના મુખ્ય મુદ્દાઓ, સમસ્યાઓ, રિલાયન્સ કંપનીની દાદાગીરી આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. હું ચૂંટણી લડું તો રિલાયન્સે કરોડો રૂપિયા વાપરવા તૈયારી કરી લીધી છે. કારણ કે, વિરોધીઓ જાણે જ છે  જો હું જીતીશ તો તેઓની પોલ ખુલશે. માટે જ ઉપરથી સૂચના છે કે,  પૈસા બગાડો, આ 25 વર્ષનો છોકરો જીતીને દિલ્હી ન આવવો જોઇએ.

Related posts

રાઈડ ચલાવવા માટે હવે જુદા જુદા રાજ્ય અને દેશના કાયદાનો અભ્યાસ કરી નિયમ ઘડાશે

Nawanagar Time

કાલાવડ પંથકમાંથી બે જામગરી બંદુક સાથે બે શખ્સો પકડાયા

Nawanagar Time

કાલાવડમાં દારૂના કેસમાં ઝડપાયેલી કારનો પીએસઆઈ દ્વારા ગેરઉપયોગ

Nawanagar Time

Leave a Comment