Nawanagar Time
ગુજરાત જામનગર

લોકસભા-વિધાનસભા ચૂંટણી માટે ઇવીએમ-વીવીપેટની ફાળવણી

evm-vvpat-allotment-for-lok-sabha-vidhan-sabha-election

16થી વધુ ઉમેદવારો મેદાને રહેશે તો વધારાના એક-એક બેલેટ યુનિટ મૂકાશે

જામનગર:-જામનગર અને દ્વારકા જિલ્લાને આવરી લેતી 12-જામનગર લોકસભાની બેઠક ઉપરાંત જામનગર જિલ્લામાં  ગ્રામ્યની વિધાનસભા બેઠકની ચૂંટણી માટે તંત્ર દ્વારા ઇવીએમ, વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી.

જાણવા મળતી વિગત મુજબ લાલબંગલા પરિસરમાં આવેલા સ્ટ્રોંગરૂમ ખાતેથી 77-જામનગર વિધાનસભાની બેઠકના 277 મતદાન મથકો પર વિધાનસભાની અને લોકસભાની ચૂંટણી પાર પાડવા ઇ.વી.એમ., વીવીપેટ મશીનો ગોઠવવા માટે તંત્ર દ્વારા સ્ટેન્ડ બાય બેટરીઓ અને સ્ટેન્ડ બાય મશીનો  કુલ બન્ને ચૂંટણી દીઠ 288-288 મશીનો ગોઠવવાની ગણતરીએ તેને અલગ તારવવામાં આવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, લોકસભા અને વિધાનસભા ચૂંટણી જંગમાં ઉમેદવારોનો રાફડો ફાટયો છે ત્યારે ફોર્મ પરત ખેંચવાના આખરી દિવસે યથાવત સ્થિતી રહે અને 16થી વધુ ઉમેદવારો ઉભા રહે તો બુથ દીઠ વધારાના એક-એક બેલેટ યુનીટ ગોઠવવા પડે  સ્થિતી સર્જાશે. હાલમાં તંત્રએ વધારાના 288-288 લેખે 576 બી.યુ.અલગથી ફાળવવા પડે તેમ છે. આમ 77-જામનગર ગ્રામ્ય વિધાનસભા મતક્ષેત્ર માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

કોરોના માટે પ્રદૂષિત પ્રાણવાયુના જોખમ સામે જામ્યુકો મશીન વિકસાવામાં ઉદાસીન

Nawanagar Time

જામનગર એસટી ડેપોમાં સોશિયલ ડિસ્ટન્સ ભંગ

Nawanagar Time

ગુજરાતમાં એક-બે નહીં, પૂરા 53 પક્ષ મેદાનમાં!

Nawanagar Time

Leave a Comment