Nawanagar Time
ગુજરાત જામનગર

હાલારમાં 51 હજાર વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા

examination-of-51-thousand-students-board-in-hallar

જામનગર:-આગામી માર્ચ મહિનાના આવનાર બોર્ડની પરિક્ષાના આયોજનમાં તંત્ર કામે લાગ્યું છે.ત્યારે જામનગર અને દ્વારકા જિલ્લામાં કુલ 34 કેન્દ્રો પર બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.દ્વારકા જિલ્લામાં ધો.10માં 11566 જ્યારે ધો.12માં 5417 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે.જ્યારે જામનગર જિલ્લામાં ધો.10માં 22381 અને ધો.12માં 12162 વિદ્યાર્થીઓ મળી કુલ  છાત્રો બોર્ડની પરીક્ષા આપશે.બોર્ડની પરીક્ષાના ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય વિદ્યાર્થીઓ પરીક્ષાની પુરજોશ તૈયારીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે.

આગામી 7 માર્ચથી 13 માર્ચ સુધી લેવાનારી બોર્ડની પરીક્ષા માટેનું માળખુ તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં 9 કેન્દ્રો પરથી 707 બ્લોક પર ધો.10ના 22381 વિદ્યાર્થીઓ અને  વિજ્ઞાન પ્રવાહના 9905 જ્યારે સામાન્ય પ્રવાહના 2257 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.દ્વારકા જિલ્લામાં 17 પરીક્ષા કેન્દ્રો પરથી ધો.10માં 11566 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 4941 તેમજ સામાન્ય પ્રવાહમાં 476 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. પરીક્ષાના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.ત્યારે વિદ્યાર્થીઓ તૈયારીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે.

દ્વારકા જિલ્લામાં ચાર માર્ગદર્શન સેન્ટર થશે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પરીક્ષા સમયે વિદ્યાર્થીનાં કોઇ અગત્યના કાગળો ખોવાઇ જાય અને માનસિક તણાવમાં ન આવે તેના માટે ચાર માર્ગદર્શન કેન્દ્રો ઉભા કરાશે.જ્યાંથી વિદ્યાર્થીને તાત્કાલીક માર્ગદર્શન મળશે અને સમસ્યાનું નિરાકણ આવશે.

જામનગર-દ્વારકાના 34 કેન્દ્રમાં 1772 બ્લોકની ગોઠવણી
દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં કુલ 34 કેન્દ્રો બોર્ડની પરીક્ષા માટે આવ્યા છે.જેમાં દ્વારકા જિલ્લામાં 641 બ્લોકની કેન્દ્રો પર ગોઠવણી કરવામાં આવી છે.તેમજ જામનગર જિલ્લામાં 1131 બ્લોકની ગોઠવણી કરવામાં આવી છે.જે તમામ બ્લોકમાં કેટલા વિદ્યાર્થી બેસાડવા તે અંગેનો એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.

સંવેદનશીલ કેન્દ્રો પર ચાપતી નજર
જે સંવેદનશીલ કેન્દ્રો ગણાય છે.તે તમામ કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા પોલીસ દ્વારા પણ ચાપતી નજર રાખાશે. રાવલ અને કલ્યાણપુર તેમજ ભાટિયા તથા લાલપુર અને જામજોધપુર કેન્દ્ર પર ચાપતી નજર રહેશે.

Related posts

ફાયરિંક કેસમાં બંને પોલીસ કર્મચારી સહિત ચારની ધરપકડ

Nawanagar Time

છેલ્લા બાર વર્ષથી અવિરત ચાલતો શાસ્ત્રીય સંગીત શિક્ષણનો નિ:શૂલ્ક મહાયજ્ઞ

Nawanagar Time

જામનગરમાં ઉપરા-છાપરી ભેદી ધડાકા વચ્ચે 2.3નો ભૂકંપ

Nawanagar Time

Leave a Comment