Nawanagar Time
ગુજરાત જામનગર

BE MY VALENTINE?જામનગર યંગસ્ટર્સમાં ઉત્સાહ,ફૂલ બજારમાં તેજી-તેજી

excitment-in-jamnagar-youngsters-boom-boom-in-the-flower-market

ગીફ્ટ આર્ટીકલ્સની દુકાન અને
ચૉકલેટ શૉપને તડાકો પડ્યો

જામનગર:-આજે 14 ફેબ્રુઆરીએ ‘વેલેન્ટાઇન-ડે’ની જામનગરીઓએ મનભરીને ઉજવણી કરી હતી. ચોકલેટ, ટેડી, કાર્ડ, ફૂલની બજારમાં જબરી ડિમાન્ડ રહી હતી. આજે પ્રેમના પ્રતિકરૂપી આ દિવસની ઉજવણી યુવા હૈયાએ કરી હતી. ગિફટસની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી હતી. આ  વેપારીઓ જણાવે છે કે વેલેન્ટાઇન ડે નિમિતે પે્રમના પ્રતિક રૂપ લાલ રંગના ગિફટ વધુ પડતાં ખરીદે છે.

જામનગરની ગિફટ શોપમાં આ વર્ષે રૂા.200થી માંડી 20,000 સુધીની ગિફટ ઉપલબ્ધ છે. યુવા વર્ગ દ્વારા આજના દિવસને ઉજવવા માટે રોઝ, બુકે, ટેડી અને એલઇડી લાઇટ વાળી ગિફટની ખરીદી કરવામાં આવી હતી લવકાર્ડ,  પરફયુમ, આર્ટિફિશ્યલ ફલાવર્સ, રોમેન્ટિક ફોટો ફ્રેમ, મ્યુઝિકલ ફ્રેમ, ચોકલેટ સહિતના ગિફટસ યુવા હૈયાઓ દ્વારા ખરીદાયા હતાં. કપલ ગિફટમાં અવનવી વેરાયટીઝ જોવા મળી છે.

excitment-in-jamnagar-youngsters-boom-boom-in-the-flower-market
excitment-in-jamnagar-youngsters-boom-boom-in-the-flower-market

પ્રેમની અભિવ્યકિત માટે દિવસ કે ચોઘડિયા હોય પરંતુ પશ્ર્વિમની પરંપરાને હવે આપણે પણ અપનાવી છે. ત્યારથી વેલેન્ટાઇન ડે ને પ્રેમના દિવસ તરીકે ઉજવીએ છીએ, સંત વેલેન્ટાઇનની  ઉજવાતા આ દિવસે યુવા હૈયાઓ પ્રેમની અભિવ્યકિત કાર્ડ, ગિફટસ, ચોકલેટથી કરે છે.

આજે સાંજે હોટેલ, રેસ્ટોરન્ટમાં પણ યુવા હૈયાઓની ભારે ભીડ જામશે, ડીજે, ડાન્સ, કેન્ડલ લાઇટ ડીનર સહિતના આયોજનો હોટેલ માલિક દ્વારા હાથ ધરવામાં આવે છે, આજના દિવસને સ્પેશ્યલ બનાવવા યુવાઓ દ્વારા મહત્વના આયોજનો ગુ્રપ બુુકીંગ સહિતની તૈયારીઓ કરવામાં  છે. સ્પેશ્યલ ગિફટ સ્પેશ્યલ વ્યકિતને આપવા માટેનો આજનો દિવસ ઉજવવા યુવાઓ શહેરના વિવિધ ખાણી-પીણીની જગ્યાઓ, ગાર્ડન વગેરે જગ્યાએ જોવા મળ્યાં હતાં.

excitment-in-jamnagar-youngsters-boom-boom-in-the-flower-market
excitment-in-jamnagar-youngsters-boom-boom-in-the-flower-market
excitment-in-jamnagar-youngsters-boom-boom-in-the-flower-market
excitment-in-jamnagar-youngsters-boom-boom-in-the-flower-market

Related posts

વિદેશથી ખતરનાક બિયારણ જામનગર પહોંચ્યાની શંકા: ખેડૂતોને ચેતવણી

Nawanagar Time

ડોર-ટુ-ડોર પ્રચારમાં જયંતિભાઈ સભાયાને જબ્બર પ્રતિસાદ

Nawanagar Time

સમગ્ર જામનગરમાં રોચચાળો ફેલાયો છે, પણ જામકંડોરણામાં…

Nawanagar Time

Leave a Comment