Nawanagar Time
પોલિટીક્સ રાજકોટ

એક્ઝીટ પોલ: શું જસદણ આપશે કોંગ્રેસને અવસર ?? ચેલા સામે ગુરૂ ટુંકા પડ્યા….!!?

કુંવરજી બાવળીયાને 45% અને અવસર નાકીયાને 48% જ્યારે અન્યને 7% મત મળવાની ધારણા, નાકીયાને આશરે 4000 થી 6000 સુધીની મળી શકે સરસાઇ

રાજકોટ જિલ્લાની જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે મતદાન પુરૂ થયું છે ત્યારે મતદાનના છેલ્લાં કલાકોમાં જે રીતે અને તે મતવિસ્તારોમાં ભારે મતદાન જોવા મળ્યું તેના પરથી જે તારણો એક્ઝીટ પોલના મળી રહ્યાં છે તે દર્શાવે છે કે જસદણની પ્રતિષ્ઠાભર્યા જંગમાં મંત્રી કુંવરજી બાવળિયાનો નહીં પણ તેમના એક સમયના રાજકીય ચેલા કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાનો ઘોડો વીનમાં છે. કોંગ્રેસમાંથી આ બેઠક પર સતત પાંચ વખત જીતનાર કુંવરજી પક્ષ બદલ્યા બાદ પણ જીતની તરફ હોવાનું બપોર સુધી જણાતું હતું અને તેમણે જસદણ મતવિસ્તારમાં બાવળ નહીં પણ આંબા વાવ્યાં હોવાનું ફલિત થવા જઇ રહ્યું હતું. જો કે છેલ્લી ઘડીએ મતદાનના આંકડાઓએ બાજી પલટાવી નાંખી હોવાના તારણો મળી રહ્યાં છે. કુંવરજી જસદણમાં પોતાના આપબળે ચૂંટણી જીતતા આવ્યાં હોવાનું તેમના ટેકેદારો કહે છે. પરંતુ કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાને વિધાનસભા ગૃહમાં બેસવાનો અવસર મળે તેમ એક્ઝીટ પોલનો ઇશારો જણાવે છે.

ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન જસદણ બેઠક માટે પેટા ચૂંટણીમાં આજે અંદાજે 73%મતદાન થયું છે. જેમાં કુંવરજી બાવળીયાને 45% અને અવસર નાકીયાને 48% જ્યારે અન્યને 7% મત મળવાની ધારણા છે, જેને આધારે કોંગ્રેસના અવસર નાકીયાને આશરે 4000 થી 6000 સુધીની સરસાઇથી જીતવાની શક્યતાઓ રહેલી છે. જોકે મતોની ટકાવારીમાં ફક્ત ત્રણ ટકાનો જ ફર્ક હોવાથી કટો-ક્ટની સ્થિતી સર્જાવાની શક્યતા રહેલી છે

1962માં સૌ પ્રથમવાર જસદણ બેઠક માટે મતદાન થયું ત્યારથી લઇને અત્યારસુધી 14 વખત ચૂંટણી યોજાઇ જેમાં 3 વખત અપક્ષ જીત્યા અને કુંવરજીએ સતત 5 વખત આ બેઠકનું પ્રતિનિધિત્વ જાળવી રાખ્યું હતું. પાંચ મહિના પહેલા તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇને કેબિનેટ મંત્રી પણ બન્યા હતા.

તેમના રાજીનામાને પગલે આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસે તેમના જ ચેલા એવા અવસર નાકીયાને ગુરૂની સામે મેદાનમાં ઉતાર્યા પરંતુ ગુરૂ-ચેલાની લડાઇમાં ગુરૂ જીતે જો કે વર્તમાન પેટા ચૂંટણીમાં અવસરને હાલમાં ધારાસભ્ય બનવોનો અવસર મળે તેવા એંધાણ એક્ઝીટ પોલમાં દૂર દૂર સુધી નહીં પણ નજીક નજીકથી મળી રહ્યાં છે. તેના કારણોમાં આ જિલ્લામાંથી મિડિયા સહિત અન્ય પરિબળોમાંથી જે જાણવા મળે છે તે મુજબ કુંવરજીએ કોંગ્રેસમાં રહીને જસદણમાં પોતાની આગવી શાખ બનાવી અને તેઓ ભલે કોંગ્રેસના પ્રતિક પંજા પર જીતતા હતા

પરંતુ આજે જે રીતે મતદાન થયું છે, જેમ કે કોળી મતદારોએ કુંવરજીના વિસ્તારમાં ઓછુ મતદાન અને અવસરના વિસ્તારમાં ઝનૂનપૂર્વક મતદાન કર્યું હોવાનું બહાર વતાં સવારથી ચાલતી ગણતરીઓ ઉલટસુલટ થઇ ગઇ હોવાનું જણાય છે. તેમણે મત વિસ્તારમાં ઘણાને બે હાથ જોડીને મદદ કરી છે અને સેવા-સાદગીના જે આંબા વાવ્યાં છે તેના ફળ સ્વરૂપે પેટા ચૂંટણીમાં કુંવરજી ભાજપમાં હોવા છતાં પોતાના સ્વબળે-આપબળે ભલે ઓછી સરસાઇથી પણ જીતે તેમ મનાતું હતું.

પરંતુ તારણ જણાવે છે કે ભાજપ જસદણમાં માત્ર એક વખત જીત્યું છે ત્યારે કુંવરજી બાવળિયાની સંભવિત હારના પગલે કોંગ્રેસ માઇનસ કુંવરજી સાથે અવસરના ખભે બેસીને મેદાન મારે તેમ છે. 2017માં કુંવરજી કોંગ્રેસમાંથી લડ્યા હતા અને 9,277 મતોની સરસાઇથી જાત્યા હતા.

એક્ઝીટ પોલના તારણમાં એવું પણ બહાર આવ્યું છે કે જસદણમાં કોંગ્રેસની જીતની શક્યતા એટલા માટે બની છે કે કોંગ્રેસે સિધ્ધુ જેવા સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતારવા સાથે બુથવાઇસ જે માઇક્રો પ્લાનિંગ મતદારોના સંપર્ક અને મતદાન માટે કરવું જોઇએ તે પણ કર્યું. બીજી તરફ ભાજપે કોઇ સ્ટારપ્રચારકોને મેદાનમાં ન ઉતાર્યા પણ છેલ્લા સમયે મંત્રીઓની ફૌજ ઉતારી અને એક એક ગામ અને ગામના આગેવાનો તથા મતદારો સાથે સીધો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો પરંતું તે કુંવરજી માટે પોઝીટીવ સાબિત થયું નહિં, 2017માં 84321 મતો જ્યારે ભાજપના ભરત બોઘરામે 75044 મતો મળ્યા હતા. 2017માં 73.44 ટકા મતદાન થયું હતું. અને કુલ 2,28,468 મતદારો નોંધાયેલા હતા..

Related posts

રાજકોટમાં રામ મંદિર મુદ્દે ધર્મસભા….

Nawanagar Time

કોરોના વાયરસના રાક્ષસી પંજાથી ગુજરાતના એકેય જિલ્લા બાકાત નથી

Nawanagar Time

કાલે રાજયસભા ચૂંટણી: ભાજપની ‘સેફ ગેમ’, ધારાસભ્યોને ‘માર્ગદર્શન’ આપ્યું !

Nawanagar Time

Leave a Comment