Nawanagar Time
ધાર્મિક

મકાનમાં વધારે પડતી બારીઓ નિવડે છે નુકસાનકારક,જાણો શા માટે

extra-windows-in-the-house-are-harmful

ઘણાં મકાનોમાં બારીઓ વધું હોય છે. મકાનને દૂર જોતાં તમને બારીઓની હારમાળા નજરે પડે. વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો પ્રમાણે વધું બારીઓનું હોવું મકાન માટે શુભ નથી. વધારે પ્રમાણમાં બારીઓ હોવાના કારણે પ્રકાશની માત્રા વધી જાય છે અને તેના કારણે તેમાં રહેવાવાળાઓમાં ચીડિયાપણું વધી જાય છે અને તેમને વાત-વાતમાં ગુસ્સો આવે છે. બારીઓ વધુ પ્રમાણમાં હોવાના કારણે દરેક દિશામાંથી આવતા પવનો એકબીજા સાથે ભળી જાય છે અને તેનાથી ઊર્જાનું સંતુલન બગડી જાય છે. વળી મકાનની મજબૂતીને પણ અસર થાય છે.

જો તમારા ઘરમાં કે ઓફિસમાં વધું પડતી બારી હોય તો તેમાંથી થોડીક બારીઓ બંધ કરાવી દો કે પછી તેમાં યોગ્ય પડદા લગાવીને આવતા પ્રકાશ અને હવાને નિયંત્રિત કરો. મકાનમાં છતના ટેકા માટે યોગ્ય પિલર ઉભા કરો.

જો ઘરના મુખ્ય દરવાજા અથવા મુખ્ય બારીની સામે ડિશ એંટેના લાગેલી હોય તો, તેનાથી ઘરમાં ઊર્જાની માત્રા ઓછી થવા લાગે છે. આ દોષને દૂર કરવા માટે બારીમાં જાળી લગાવી દો. ઊર્જાનો જે પ્રવાહ ઘરની બહાર ડિશ એન્ટેના દ્વારા થઈ રહ્યો છે, તેને રોકવા માટે બારીના ખૂણામાં થોડાક કૂંડા મૂકી દો. આવું કર્યા પછી પડદા લગાવવાની જરૂર નથી.

વાસ્તુ શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે બીજા ઘરની લોન તરફ બારી ખુલતી હોય અને ત્યાં કપડાં સૂકવવામાં આવતા હોય તો મકાનમાં ધન નથી ટકતું. ખાસ કરીને મહિલાએ અંતઃ વસ્ત્રો ત્યાં ન જ સૂકવવા જોઈએ. જો આમ ન કરવામાં આવે તો ઘરમાં રહેલી સકારાત્મક ઉર્જા મંદ પડી જાય છે.

જો ઘરની સ્થિતિ એવી છે કે, તેની પાછળ ખાલી જગ્યાકે પાર્ક હોય અને બીજું કોઈ મકાન ન હોય. તો પણ મકાનમાં આવક કરતાં જાવક વધું રહે છે. આ દોષના નિવારણ માટે લોનમાં અથવા ખાલી પડેલી જમીન પર થોડાંક ઝાડ કે વેલ વાવી દો અને લોનને થોડી નીચી વાડ લગાવીને ચારેય બાજુથી કવર કરી દો. આ રીતની વાડ ઊંચાઈવાળા મકાન જેવું સંરક્ષણનું કામ કરે છે અને તે સકારાત્મક ઊર્જાને ઘરમાં જ રોકી રાખવાનું કામ કરે છે.

જો ઘર ત્રણ રસ્તાની સામે એટલે કે T-Point પર સ્થિત હોય તો, એવો આભાસ થાય છે કે, જાણે કોઈએ બંદૂક ઘર તરફ તાણી હોય. સ્વાભાવિક છે કે આ રીતની સ્થિતિ ઘરમાં રહેવાવાળા પર ઊર્જાનો નકારાત્મક પ્રભાવ જ પાડશે. આવા ઘરમાં રહેવાવાળાનું સ્વાસ્થ્ય નબળું રહે છે અને કોઈપણ સમયે દુર્ઘટના થવાનો ભય રહેલો હોય છે. આ દોષમાંથી મુક્તિ મેળવવા માટે, જો શક્ય હોય તો મુખ્ય દ્વારની સ્થિતિ બદલી નાંખો. આ દ્વાર એવી રીતે બનાવો કે તે રસ્તાની બરોબર સામે ન રહે અથવા દ્વારને ત્યાંથી નીકાળીને અન્ય કોઈ દીવાલમાં લગાડી દો અને સાથે જ નીચી વાડ બનાવીને તેમાં નકારાત્મક ઊર્જાનો નિષેધ માટે દ્વાર લગાડી દો.

Related posts

પાપીઓના સંહારક શ્રીરામ અને કુકર્મી રાવણ વચ્ચે આશ્ર્ચર્યજનક સમાનતા

Nawanagar Time

‘સાંભળો છો’, ‘કહુ છું’ જેવા ઉચ્ચારણોથી પતિને બોલાવવાનું કારણ શું?

Nawanagar Time

રાજપૂતો સહિત સમગ્ર હિન્દુઓના આરાધ્ય એકલિંગજી મહાદેવ

Nawanagar Time

Leave a Comment