Nawanagar Time
ગુજરાત જામનગર

નોટબંધીમાં એફ.ડી. કરનાર આસામીઓને નોટિસ

f-d-in-notepad-notice-to-the-casualties-of-assamese

જામનગર સહીત ત્રણ લાખ આસામીઓ પૈકીના 80 હજાર કરદાતાઓને સીબીડીટીએ નોટિસ ફટકારતા ફફડાટ

જામનગર:-નોટબંધી બાદ બેંકમાં એફ.ડી મુકનાર જામનગર સહિત ત્રણ લાખ આસામીઓને સીબીડીટીએ નોટિસ ફટકારી છે. માર્ચ એન્ડિંગના પહેલા જ ફટકારેલી નોટિસના હિસાબ ફાઈનલ કરવા માટે  કવાયત હાથ ધરવામાં આવી છે. આવા કેસોને તંત્રએ અલગથી તારવી કાઢ્યા છે અને આ કેસની તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

નોટબંધી પછી તરત આવકવેરા વિભાગના બેન્ક એફડી અંગેના ટેક્સ્ટ મેસેજ, ઇ-મેઇલ અને નોટિસનો જવાબ નહીં આપનારા વ્યક્તિઓની હવે આકારણી શરૂ થઈ છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ આકારણી  નિયમોનું પાલન નહીં કરનારા આ લોકો પર બેસ્ટ જજમેન્ટ એસેસમેન્ટ પ્રોસિડિંગ્સ હાથ ધરવા જણાવ્યું છે.

નોટબંધી પછી ખાતામાં મોટા પાયે રોકડ ડિપોઝિટ કરનારા લગભગ ત્રણ લાખ લોકોને આવકવેરા વિભાગે એસએમએસ અને ઇ-મેઇલ મોકલ્યા હતા. ઉપરાંત, નોટિસ પણ ઇશ્યૂ કરવામાં આવી હતી. જોકે, 87,000 કરદાતાએ આ નોટિસનો જવાબ આપ્યો ન  સીબીડીટીએ ટેક્સ અધિકારીઓને આવા લોકો સામે બેસ્ટ જજમેન્ટ એસેસમેન્ટ પ્રોસિડિંગ્સ હાથ ધરવા કહ્યું છે. જેમાં આકારણી અધિકારીને યોગ્ય અંદાજના આધારે કરદાતાની કુલ આવક નક્કી કરવાની સત્તા આપવામાં આવે છે. કરદાતા આકારણી અધિકારીના પ્રશ્નોના જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા હોય એવા કેસમાં આવી પ્રક્રિયા હાથ ધરાય છે. આકારણી અધિકારીને કરદાતાનું સરનામું,  ખાતા, ટ્રાન્ઝેક્શનની માહિતી સાથે આંતરિક ગાઇડન્સ નોંધ પણ આપવામાં આવે છે. તેને લીધે અધિકારીને કેસના વેરિફિકેશન અને આકારણીની પ્રક્રિયામાં મદદ મળે છે. નિર્દેશ પ્રમાણે આકારણીકારને તેનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવશે. ઉપરાંત, રેન્જ હેડ આકારણીની પ્રક્રિયાના રેકોર્ડની ચકાસણી કરી આકારણી અધિકારીને આ પ્રકારની પ્રક્રિયામાં માર્ગદર્શન આપવા દિશાનિર્દેશ જારી  શકે. સીબીડીટીએ જણાવ્યું છે કે, શક્ય હશે ત્યાં આકારણી 31 માર્ચ, 2019 સુધીમાં પૂરી કરી દેવાશે. બાકી રહેલા કેસમાં પણ 30 જૂન 2019 સુધીમાં પ્રક્રિયા પૂરી થઈ જશે. લોકસભા ચૂંટણીની જાહેરાત થતા ઈન્કમટેક્ષ વિભાગે દરોડાની કાર્યવાહી ઉપર બ્રેક લગાવી દિધી છે. રાજકોટ સહિત રાજ્યભરમાં આ વખતે ઈન્કમટેક્ષ વિભાગને અપાયેલ  મોટુ ગાબડુ પડ્યુ છે.

Related posts

નવાગામમાં આરોગ્ય ટીમ ઉપર હુમલો: રાજીનામાં

Nawanagar Time

દ્વારકા મંદિરનો જુગારી પૂજારી જયેશ ડોન લાજવાના બદલે ગાજ્યો

Nawanagar Time

40 કિલોની ક્રિસમસ કૅક

Nawanagar Time

Leave a Comment