Nawanagar Time
ટેક્નોલૉજી

ફેસબુક એમેઝોન પર નકલી 5 સ્ટાર રેટિંગ આપી રહ્યો છે ,સામે આવ્યું આ ફેસબુકના કર્મચારીનું કૌભાંડ

facebook-is-giving-a-fake-5-star-rating-on-amazon-against-the-facebooks-employee-scandal

ફેસબુકના એક કર્મચારીને એમેઝોન ડોટ કોમ પર પોતાની વીડિયો ચેટ ડિવાઈસને 5 સ્ટાર રેટિંગ આપતા પકડી પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર માસમાં વીડિયો ચેટ ડિવાઈસ અને સ્માર્ટ સ્પીકર લોન્ચ કરવામાં આવ્યા હતા જેનું વેચાણ ઓનલાઈન થઈ રહ્યું છે. આ ફેસબુકનો પહેલી હાર્ડવેર પ્રોડક્ટ છે જેનું વેચાણ ઓનલાઈન થઈ રહ્યું છે. ફેસબુકનું વીડિયો ચેટ પોર્ટલ પહેલાથી જ વિવાદોમાં રહ્યું છે. ફેસબુકના વીડિયો ચેટ પર આરોપ છે કે તેમાં લગાવેલો કેમેરો યૂઝર્સના ડેટા ચોરી કરે છે અને આ ડેટાના આધારે ફેસબુક યૂઝર્સને જાહેરાત દેખાડે છે.

એક પત્રકારએ કરેલા દાવા અનુસાર ફેસબુકના કર્મચારીના નામથી 5 સ્ટાર રેટિંગ આ ડિવાઈસને આપવામાં આવી છે. જ્યારે ફેસબુકના એઆર અને વીઆર વિભાગના વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર કોઈપણ કર્મચારીને સારા રિવ્યૂ આપવા માટે કરવામાં નથી આવ્યું. તેથી આ મામલે હવે પુછપરછ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ફેસબુકનું પોર્ટલ એક વીડિયો ચેટિંગ ડિવાઈસ છે જે બે વેરિયંટમાં આવે છે. પહેલા વેરિયંટમાં 10.1 ઈંચ ડિસ્પ્લે અને બીજા વેરિયંટમાં 15.6 ઈંચ ડિસ્પ્લે છે. બીજા વેરિયંટનું નામ પોર્ટલ પ્લસ છે અને તેની મદદથી તમે ફેસબુક મેસેંજરની મદદથી વીડિયો કોલિંગ કરી શકો છો, તેના માટે તેમાં સ્માર્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

Related posts

હ્લાવે 5G ટેક્નોલોજી વાળું પહેલું ટીવી લાવશે, 8K રિઝોલ્યૂશન સપોર્ટ કરશે

Nawanagar Time

‘વર્ક ફ્રોમ હૉમ’ના કૉન્સેપ્ટ, લેપટોપમાં જબરૂં ડિસ્કાઉન્ટ

Nawanagar Time

રિલાયન્સના કર્મચારીને મોહજાળમાં ફસાવી યુવતિએ 14.44 લાખ પડાવ્યા

Nawanagar Time

Leave a Comment