Nawanagar Time
ટેક્નોલૉજી

ફેસબુક શરૂ કરશે નવી સેવા, યુઝર્સના મેસેજ ફેસબુક પણ નહીં વાંચી શકે

facebook-will-start-a-new-service-users-can-not-read-facebooks-messages-too

સીઇઓ ઝુકરબર્ગે સાન ફ્રાન્સિસ્કોમાં કહ્યું કે અમે પ્રાઇવસી પર ભાર મૂકીશું

સીઇઓએ બ્લોગ લખીને યુઝર્સને વધુ પ્રાઈવસી આપવાનું વચન આપ્યું

ગેજેટ ડેસ્ક. સોશિયલ મીડિયા નેટવર્કિંગ સાઇટ ફેસબુક હવે યુઝર્સ માટે વધુ અંગત રહી શકશે. ફેસબુકના ફાઉન્ડર અને સીઇઓ માર્ક ઝુકરબર્ગે 3200 શબ્દોના બ્લોગમાં આ વાતનું વચન આપ્યું છે. ઝુકરબર્ગે કહ્યું કે તેઓ ઇન્ટરનેટના ભવિષ્ય અંગે વિચારી રહ્યા છે. હવે પ્રાઇવસી ફોકસ્ડ કોમ્યુનિકેશન પ્લેટફોર્મ આજના ઓપન પ્લેટફોર્મની તુલનાએ વધુ મહત્વપૂર્ણ થઇ જશે. આજે પ્રાઇવેટ મેસેજ અને સ્ટોરી સૌથી ઝડપથી વધતા ઓનલાઇન કોમ્યુનિકેશન ક્ષેત્ર છે.

એ સવાલો, જેના જવાબ હજુ નથી મળ્યા

  1. પબ્લિક સોશિયલ નેટવર્કની પોતાની જગ્યા છે, પરંતુ મોટી તક સાધારણ પ્લેટફોર્મ પાસે છે. આ પ્લેટફોર્મ પ્રાઇવસી પર ફોકસ્ડ છે. લોકો આ વાત પર ભરોસો કરવા માગે છે કે તેઓ ચિંતા વિના મેસેજ કરી શકે. તેમના મેસેજ છેવટ સુધી સુરક્ષિત રહે. ઝુકરબર્ગે એ વાયદો પણ કર્યો કે ફેસબુક એવી મેસેજિંગ સેવા કરશે જે સંપૂર્ણપણે ઇનક્રિર્ટેડ હશે.
  2. ફેસબુક પણ યુઝર્સની વાતચીત વાંચી શકશે નહીં. જોકે તેમણે ન્યૂઝફીડ અને ગ્રૂપ આધારિત સેવાઓ કે ઇન્સ્ટાગ્રામમાં કોઈ પ્રકારનો ફેરફારના સંકેત આપ્યા નથી. બ્લોગ ચર્ચામાં આવ્યા પછી ઝુકરબર્ગે સાન ફ્રાન્સિસ્કોમાં કહ્યું કે અમે પ્રાઇવસી પર ભાર મૂકીશું.
  3. ઝુકરબર્ગે ફેસબુક પર પ્રાઇવસીનું વચન તો આપી દીધું પરંતુ તેની સાથે સંકળાયેલા 17 સવાલોના જવાબો અંગે કાંઇ કહ્યું નહીં. જેમ કે શું ફેસબુક યુઝર્સથી ડેટા માગવાનું ચાલુ રાખશે? જો હા તો તે આ ડેટાનો ઉપયોગ કયા કામમાં કરશે? ફેસબુક પર શેર થનારી વાંધાજનક પોસ્ટ પર કાર્યવાહીનો આધાર કોને બનાવશે? ઉપરાંત ઝુકરબર્ગે એ પણ કહ્યું કે ફેસબુક પર ઓછામાં ઓછી જાહેરાત હશે. તો પછી તેની આવકનો અન્ય સ્ત્રોત શું હશે?

Related posts

જામનગરમાં PUBG અને મોમો ગેમ રમવા પર પ્રતિબંધ

Nawanagar Time

કોરોનાકાળમાં જામનગરમાં ‘ઈ-સંજીવની’ ઓપીડીનો લાભ લેતાં સેંકડો દર્દીઓ

Nawanagar Time

બજેટ અને મિડરેન્જ કેટેગરીમાં શાઓમી લોન્ચ કરશે રેડમી ગો, કિંમત રૂ.5000

Nawanagar Time

Leave a Comment