Nawanagar Time
ગુજરાત દ્વારકા

મોતનો મલાજો પણ ન જાળવનાર વરવાળા હોસ્પિટલના તબીબો પર ફીટકાર

falgun-on-the-doctors-of-the-erstwhile-hospital-who-also-did-not-maintain-the-dead-body

તબીબોએ જવાબદારી એક-બીજા પર ઢોળતા વૃદ્ધ માછીમારનો મૃતદેહ છ કલાક રઝળ્યો

દ્વારકા:-દ્વારકાના ઓખાબંદરના માછીમાર વૃધ્ધનું બુધવારે સવારે મધદરિયે ઝેરી જીવજંતુ કરડી જવાથી મોત નિપજ્યું હતું.મધદરિયે જીવ ગુમાવનાર માછીમારી વૃધ્ધના મૃતદેહને પીએમઅર્થે મરીન પોલીસે વરવાળા હોસ્પીટલ ખસેડ્યો હતો.જ્યાં ફરજ પરના હાજર મહિલા તબીબે જવાબદારીમાંથી છટકી દ્વારકા જનરલ હોસ્પીટલ પર જવાબદારી ઢોળી હતી.જ્યારે દ્વારકા જનરલ હોસ્પીટલના તબીબોએ વરવાળા હોસ્પીટલ પર જવાબદારી ફેંકી હતી.બીજી બાજું મોત અને માનવતાનો મલાજો બાજુ પર મુકી તબીબો જમવા ચાલ્યા ગયા હતાં.

દ્વારકાના ઓખાબંદરના ગુલાબભાઇ સોમાભાઇ હડપતી (ઉ.વ.55)નામના માછીમાર વૃધ્ધનું બુધવારે મધદરિયે ઝેરી જીવજંતુ કરડી જવાથી મોત નિપજ્યું હતું.જે બાદ વહાણના અન્ય માછીમારો મૃતદેહને લઇને ઓખાબંદરે પરત ફર્યા હતાં અને મરીન પોલીસને જાણ કરી મૃતકના પરિવારજનોને જાણ કરાઇ હતી.મૃતક માછીમાર મુળ નવસારીના હોવાથી પરિવારજનો ગુરૂવારે દ્વારકા પહોંચ્યા હતાં.જેથી પોલીસે મૃતદેહને મીઠાપુર ટાટા હોસ્પીટલમાં કોલ્ડસ્ટોરેજમાં રાખી મુક્યો હતો.અને ગુરૂવારે સવારે પરિવારજનો આવી પહોંચતા મૃતદેહને પીએમ માટે વરવાળા હોસ્પીટલ ખસેડાયો હતો.જ્યાં ફરજ પરના હાજર મહિલા તબીબે અન્ય કામમાં વ્યસ્ત હોવાથી દ્વારકા પીએમ કરાવવા પોલીસને જણાવ્યું હતું.

પોલીસ મૃતદેહને લઇને દ્વારકા જનરલ હોસ્પીટલ પહોંચી હતી.જ્યાં ફરજ પરના હાજર તબીબોએ વરવાળા હોસ્પીટલ પાસેથી લેખિતમાં માંગી પીએમ કરવાની સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. દ્વારકા અને વરવાળા હોસ્પીટલના તબીબો પોતાની જવાબદારી એકબીજા પર થોપી માનવતા પણ ભુલી ગયા હતાં. આખરે ઉચ્ચઅધિકારીઓની દરમિયાનગીરીથી દ્વારકા હોસ્પીટલના તબીબીઓએ જાણે ઉપકાર કરતા હોય તેવા જવાબો આપીને છ કલાક મૃતદેહ રઝળ્યા બાદ પીએમ કરી આપ્યું હતું.

Related posts

દ્વારકામાં હવસખોર નરાધમે ગૌમાતાને પણ ન છોડ્યાં!

Nawanagar Time

દેવભૂમિ જિલ્લામાં હજુ પણ તમાકુ-બજર માટે લાંબી કતારો

Nawanagar Time

દ્વારકા: હરિકુંડમાં લોકાર્પણ પૂર્વે જ ગંદકીના ગંજ: વૈષ્ણવોમાં રોષ

Nawanagar Time

Leave a Comment