Nawanagar Time
ગુજરાત જામનગર

‘ખેડૂત થયો પાયમાલ, વીમા કંપની માલામાલ’

farmer-gets-destroyed-insurance-company-malamal1

જામનગર:-લોકસભા ચૂંટણીના કાઉન્ટ ડાઉન સમયે જ ખેડૂતોને પાક વીમામાં થયેલાં અન્યાય મામલે કેન્દ્ર-રાજ્યની સરકાર જવાબદાર હોવાનું ઠેરવી એક ખેડૂત અગ્રણી દ્વારા પોતાની આખેઆખી કારમાં ચોટદાર સૂત્રો લખી સરકારનો અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક ખેડૂત આગેવાન દ્વારા પોતાની માલિકીની કાર પર વિવિધ સૂત્રો લખ્યા છે,  ખેડૂતોના હક્કના રૂપિયાનો ચોકીદાર હિસાબ નથી આપતા એટલે ચોરીમાં પણ તે સામેલ છે તેવા આક્ષેપ કરાયો છે. આ કાર દ્વારકા જિલ્લામાં ફરી રહી છે,જો ચોકીદાર ચોર ન હોય તો ખેડૂતોને હિસાબ આપે, છેલ્લા 5 વર્ષની સરેરાશના આંકડા અને ચાલુ વર્ષના ઉત્પાદનના આંકડા સરકાર જાહેર કરે વગેરે સૂત્રો કારમાં લખી  હિત રક્ષક સમિતિના નેજા હેઠળ ખેડૂતોને જાગૃત કરવા આ કાર ફરતી થતાં જ તરેહ-તરેહની ચર્ચાઓ ઉઠી છે.

farmer-gets-destroyed-insurance-company-malamal
farmer-gets-destroyed-insurance-company-malamal
farmer-gets-destroyed-insurance-company-malamal1
farmer-gets-destroyed-insurance-company-malamal1

Related posts

મતદાન ચાલુ હશે ત્યાં સુધી લાઈટ મટકું’ય નહીં મારે

Nawanagar Time

કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર મુળુભાઈ કંડોરિયા ભૂમાફિયાની ભૂમિકામાં

Nawanagar Time

જામનગરની પરિણીતાને ભરખી જતો ડેંગ્યુ

Nawanagar Time

Leave a Comment