Nawanagar Time
ગુજરાત જામનગર

બહિષ્કારના સ્થાને 100 ટકા મતદાન કરી ખેડૂતો સરકારને સબક શીખવે:

farmers-can-teach-the-government-subdue-by-voting-100-percent-of-voting-in-favor-of-exclusion

પાક વીમા મુદ્દે ભાજપ સરકાર લોકોને ગુમરાહ કરી રહી હોવાનો જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિનો આક્ષેપ

જામનગર:-પાકવિમા પ્રશ્ર્નનો ઉકેલ નહિં આવેતો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચિમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ત્યારે બહિષ્કાર કરવાના સ્થાને ખેડૂતો 100 ટકા મતદાન કરી ભાજપ સરકારને સબક શિખવે તેવું આહવાન જામનગર  કોંગ્રેસ સમિતી દ્વારા કરાયું છે.

જીલ્લા કોંગ્રેસ સમિતીએ જણાવ્યું છેકે, હાલમાં જામનગર જિલ્ લાના દરેક તાલુકા અને દરેક ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના પ્રાણ-પ્રશ્ર્નો-પાક-વિમો અને પાણીનો છે. પાક વિમા પ્રશ્ર્ને હાલની સરકાર વિમા-કંપનીઓને પ્રોતસાહન આપતી હોવાથી વિમા કંપનીઓ ખેડૂતોને ભારોભાર અન્યાય કરી ખેડૂતોનાં જે હકકનાં નાણાં છે, તે પણ ખેડૂતોને સમયસર  મળે, અથવા તો વિમાની ઓછી ટકાવારી આંકી ખેડૂતોને પારાવાર આર્થીક નુકશાન થાય તેવા પ્રયત્નો થઇ રહ્યા છે. ખરેખર સરકારે વિમા કંપનીને ખેડૂતો પાસેથી એડવાન્સમાં મોટા-પ્રિમિયમો ફરજીયાત ભરાવી. ફરજીયાત પાક વિમા લેવડાવેલ છે. આ સાલ દુષ્કાળ હોય પુરતો વરસાદ ન હોવા કારણે સરકારે ઘણાં-તાલુકા અછતગ્રસ્ત પણ જાહેર કરેલ છે. તો  અછતનાં સમયમાં અને નિયમ મુજબ વરસાદ નું પ્રમાણ ઓછું હોવાનાં કારણે ખેડૂતો ને પૂરે પુરો 100ટકા પાક વિમો મળવો જ જોઇએ.

વધુમાં જણાવ્યું છેકે, હાલની પરિસ્થિતમાં ભાજપ ની સરકારને ચુંટણી પૂર્વે ખેડૂતોની નારાજગી ઘ્યાનમાં આવેલ હોય, ભાજપનાં મળતીયાઓ ખેડૂતોને ગેર માર્ગે દોરી- પાક વિમા પ્રશ્ર્ને ખેડૂતો મતદાનનો બહિષ્કાર કરવાનાં  કરાવતાં હોવાનું ઘ્યારને આવેલ છે. ખરેખર મતદાનનો બહિષ્કાર કરવાને બદલે 100 ટકા મતદાન કરી પાક વિમા પ્રશ્ર્ન જે જવાબદાર દેખાય તેવોની સામે મતદાન કરવું. પાણી અને પ્રશ્ર્ને પણ ગ્રામ્ય વિસ્તારનું ખૂબજ ખરાબ-હાલત છે. ગામડાઓમાં સિંચાઇનું પાણી છે જ નહી અને લોકો અને માલ-ઢોર ને પીવાનું પાણી પણ મળતું નથી.  સરકાર પાણીની કોઇ અછત નથી તેવા બણગાં ફૂંકે છે. ખેડૂતોનો જમીન માં પાણીનો મોટો પ્રશ્ર્ન છે. અને આ પ્રશ્ર્ને પણ ખેડૂતો ને સરકાર દ્વારા અન્યાય થઇ રહેલ છે.સરકારની ભૂલનો ભોગ-ખેડૂતો બનયા છે. ખરેખર સરકાર તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયેલ છે. ઉલ્લેખનીય છે કે, પાક વીમા અને તેના પ્રિમિયમ પ્રશ્ર્ને ભાજપ  નીતિથી હાલારના ખેડૂતો લાંબા સમયથી નારાજ જોવા મળી રહ્યા છે. ઘણા સ્થળે ખેડૂત સંમેલન પણ યોજાઈ ચૂક્યા છે ત્યારે હાલ અછતનું વર્ષ હોવાથી ખેડૂતોને પાક વીમાનો પ્રશ્ર્ન યુદ્ધના ધોરણે ઉકેલી આપવામાં આવે તે ખૂબજ જરૂરી છે.

Related posts

વલ્લભાખ્યાન થકી યુવાનો ‘વિચાર પક્ષ’થી કનેક્ટ થશે: અક્ષયકુમાર

Nawanagar Time

જીજીના વધુ બાર તબીબોને ધરાર અમદાવાદ મોકલાયા

Nawanagar Time

વીજધાંધિયા: ટોર્ચના અંજવાળે કરવી પડી દફનવીધી

Nawanagar Time

Leave a Comment