Nawanagar Time
જામનગર

જામનગરમાં યોજાયું ખેડૂત સંમેલન : ખેડુતોએ સરકાર સામે રોષ વ્યકત કર્યો…

જામનગરમાં  ખેડુતોએ સરકાર સામે પોતાનો રોષ વ્યકત કરી માંગ મુકી છે.. ખેડુતોને પાકવીમો, પોષણયુકત ભાવ અને વિસ્તારને અછતગ્રસ્ત સહીતની માંગ કરી છે. આજે સેંકડોની સંખ્યામાં એકઠા થયેલા ખેડુતો અને તાલુકાના 102 ગામના સરપંચોએ કુલ 11 જેટલા મુદાઓની માંગ કરી છે. આગામી દિવસોમાં માંગણી નહી સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં વિશાળ ખેડુત સમેલન યોજાયું હતું . જેમાં તાલુકા સરપંચ સંગઠન , અખિલ ભારતિય પંચાયત પરીષદ તેમજ ખેડુત અને માલઘારી સંસ્થા સહીત તાલુકાના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આજે મળેલ સમેલનમાં
ત્રણ સંસ્થા સાથે મળીને જીલ્લા તંત્રેને આવેદન આપીને રજુઆત કરી હતી. જેમાં ખેડુતો આગેવાનોએ સરકારને ખેડુત વિરોધી ગણાવીને રોષ વ્યકત કર્યો હતો. અને સાથે ખેડુતોને પાકવિમો, પુરતા પોષણયુકત ભાવ, દેવા માફી, તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા, ખેડુતોને વિજળી, જમીન પ્રમોલગ્રેશન રદ કરવા સહીતની કુલ 11 માંગણી કરી છે. આ વખતે સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ થયો છે.

જયારે રાજય સરકાર દ્રારા જામનગરના બે તાલુકા ધ્રોલ-જોડીયાને અછતગ્રસ્ત જાહેર કર્યો છે. પરંતુ જામનગરનો સમાવેશ અછતગ્રસ્તની યાદીમાં કરવામાં આવેલ નથી. તેથી ખેડુતોએ માંગ કરી છે. તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરીને તાલુકાના
પશુધનને બચાવે.. તેમજ ખેડુતો વિવિધ માંગણીઓને સરકાર ધ્યાને લઈને તેવી ઉગ્ર માંગ ઉઠી છે. આવનાર દિવસો માંગણી નહી સંતોષાય તો તાલુકાના 102 ગામના સરપંચો અને ખેડુતો સાથે મળીને ઉગ્ર આંદોલન કરશે. તેવી ચીમકી ઉચ્ચારી છે..

Related posts

જામનગરમાં વધુ ચાર દર્દીનો ભોગ લેતો કોરોના: 29 પૉઝિટીવ

Nawanagar Time

દેવુભાના ચોકની મકાન પડવાની ઘટના બાદ આઠ મકાનમાલિકોને નોટિસ

Nawanagar Time

ગુજરાતમાં આકરા ઉનાળાની શરૂઆત

Nawanagar Time

Leave a Comment