Nawanagar Time
ગુજરાત

લાલપુરમાં પાકવીમા પ્રશ્ર્ને ખેડૂતોનું મહાસંમેલન

farmers-convention-in-criminal-issue-in-lalpur

ગામેગામથી ખેડૂતો ઉમટી પડયાં: લાલપુર તાલુકા ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા આયોજન થયું

લાલપુર:-લાલપુર તાલુકાના ખેડૂતોને પાકવિમા પ્રશ્ર્ને થયેલા અન્યાય સામે તંત્ર સામે લડતના મંડાણ થયા છે. એના અનુસંધાને લાલપુરના આરામગૃહ નજીક વિશાળ ખેડૂત સંમેલન યોજાયું હતું.

લાલપુર તાલુકા ખેડૂત  સમિતિ દ્વારા આ સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ખેડૂતોને 75 ટકા પાકવિમો મળવો જોઇએ તેવી માંગ ઉઠી હતી. આ ઉપરાંત પાકવિમાના પ્રિમીયમ ખેડૂતોના ખાતામાં જમા કરવા અને વિમો મરજીયાત કરવો ખેડૂતો ધિરાણ ઉપર લેવાતું વ્યાજ, ખેડૂતોને ઓનલાઇન ફોર્મ ભરાવી વારંવાર યોજાનાઓમાં 7/12 તથા 8/અ કઢાવવા લાઇનમાં ઉભુ રહેવું  છે તો એક વખત ફોર્મ ભરાવ્યા બાદ જયાં સુધી એ ખેડૂતોને યોજનાનો લાભ ન મળે ત્યાં સુધી પ્રાયોરીટીમાં તેમનું નામ ચાલુ રહેવું જોઇએ અથવા જે યોજનામાં નાણાં હોય તે મુજબ ફોર્મ ભરવાનો આગ્રહ રાખો જેથી ખેડૂતોને ખોટા દર વર્ષે ફોર્મ ભરવાની માથાકૂટ ન રહે તેની માંગ થઇ હતી.

આ  ઘાસચારાનું વિતરણ, 8/અ તથા 7/12ની જગ્યાએ સ્માર્ટકાર્ડ જેવું ડીઝીટલ કાર્ડ, ખેડૂતો પાસે ઓનલાઇન અરજી સમયે વાંરવાર માંગવામાં આવતાં દસ્તાવેજનો પ્રશ્ર્ન, ખેત ઓજારો પરથી ટેકસ નાબુદી અને ટ્રેકટરની ટ્રોલીમાં વિમા અને પાર્સિગની માથાકુટમાંથી આઝાદીના આપવા સહીતના પ્રશ્ર્નો સંમેલનમાં રજૂ થયા હતાં.

આ સંમેલનમાં ઠેર ઠેરથી ખેડૂતો ઉમટી પડયાં હતાં અને  સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

Related posts

જામનગરમાં ઝૂપડાં હટાવ્યા બાદ બેઘર બની રઝળી રહેલાં ગરીબો

Nawanagar Time

જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાત

Nawanagar Time

‘નર્મદે.. સર્વદે..’ આજે વેરાન ભાસતી ફુલઝર નદી કાલે બે કાંઠે વહેશે

Nawanagar Time

Leave a Comment