Nawanagar Time
પોલિટીક્સ રાજકોટ

ખેડૂતોનો આક્રોશ : લસણ ડુંગળીનો હાર પહેરી વિરોધ પ્રદર્શિત કર્યો…

Farmers' indignation: garlic onions protested against wear ...

જસદણનો જનાદેશ કોને ફળશે હાલ એ જ ચર્ચા ચાલી રહ્યા છે. ત્યારે જસદણમાં વિરોધના સૂર પણ ઊંચા થયા છે. રોજગારી, પાણી, ઉદ્યોગોની મંદી જેવી અનેક સમસ્યાઓથી જસદણની જનતા પીડાઈ રહી છે. ત્યારે તેમનો આક્રોશ આ પેટાચૂંટણીમાં જોવા મળ્યો છે. એક તરફ વિફરાયેલા ખેડૂતોએ ખેતીની સમસ્યાને લઈને વિરોધ પ્રદર્શન કર્યું, તો બીજી તરફ પારેવડા ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે.

ખેડૂતોએ લસણ-ડુંગળીનો હાર પહેર્યો
ગુજરાતમા છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોની પરિસ્થિતિ વિફરી રહી છે, તેમાં જસદણના ખેડૂતો પણ બાકાત નથી. ત્યારે ખેડૂતોનો આ ગુસ્સો જસદણ પેટાચૂંટણીમાં જોવા મળ્યો હતો. વીરનગર ખાતે ખેડૂતોએ લસણ-ડુંગળીના હાર પહેરીને અનોખી રીતે મતદાન કર્યું હતું. પોતાના પાકના પૂરતા ભાવ ન મળવાથી ખેડૂતોએ આવા વિરોધ પ્રદર્શન સાથે મતદાન કર્યું હતું. તેમણે સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. ‘જય જવાન જય કિસાન’ના નારા લગાવીને ખેડૂતોએ મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો. પરંતુ પોલીસે ખેડૂતોને મતદાન કરતા અટકાવ્યા હતા. આથી ગામના સરપંચ પરેશ રાદડિયા દોડી આવી મામલો થાળે પાડ્યો હતો.

પાણીની સમસ્યાથી મતદાનનો બહિષ્કાર
જસદણના પારેવડામાં લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. તેઓે પાણીની સમસ્યાથી ગુસ્સે થઈને મતદાનનો બહિષ્કાર કર્યો હતો. મહિલાઓને ગામમાં એક જ જગ્યાએ પાણી ભરવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. ત્યારે મહિલાઓએ આ સમસ્યામાંથી મુક્તિ માંગીને મતદાનનો બહિષ્કાર કર્યો હતો.

Related posts

મિઝોરમ ચૂંટણી પરિણામ: કોંગ્રેસ 18 અને એમએનએફ 12 બેઠકો પર આગળ

Nawanagar Time

ગૂગલ બોમ્બિંગ : ‘બાર ગર્લ ઈન ઈન્ડિયા’ સર્ચ કરો અને આવશે કઈક આવું..

Nawanagar Time

સૌરાષ્ટ્ર યુનિ.ની 1લી ડિસેમ્બરથી શરૂ થનારી પરીક્ષા મોકૂફ, હજારો વિદ્યાર્થીઓને હાશકારો

Nawanagar Time

Leave a Comment