Nawanagar Time
ગુજરાત જામનગર

ખેડૂતોના નામે કરોડો રૂપિયા ચાંઉ કરી જનાર જીવાપર સહકારી મંડળીના મંત્રીના આગોતરા ફગાવાયા

farmers-millions-of-rupees-theft-by-president-of-jivapar-trust

જામનગર:-ખેડૂતોના બોગસ દસ્તાવેજો રજૂ કરી કરોડો રૂપિયાની  ગુનામાં જીવાપર સહકારી મંડળીના મંત્રીના આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરાઇ છે.

આ કેસની ટુંકી હકિકત એવી છે કે, જામનગર જિલ્લાના જીવાપર ગામના ખેડૂત ભીમજીભાઇ રણમલભાઇ પરમારે જીવાપર સ્વાશ્રમ કૃષિ સહકારી મંડળીના પ્રમુખ ડો. પ્રાગજીભાઇ વેલજીભાઇ પરમાર તથા મંત્રી વાલજીભાઇ વશરામભાઇ પરમાર તથા બેંકના જવાબદાર અધિકારીઓ સામે  નોંધાવી હતી. જે ગુનાના મંડળીના મંત્રી વાલજીભાઇ વશરામભાઇ પરમાર દ્વારા જામનગર સેશન્સ કોર્ટમાં તેઓની આગોતરા જામીન અરજી મુકેલી જેમાં મુળ ફરિયાદી ભીમજીભાઇ રણમલભાઇ પરમાર તરફે તેઓના વકીલ શ્યામ એન. ઘાડિયા તથા જય બી. અગ્રવાત દ્વારા જામીન અરજી સામે વાંધાઓ રજૂ કરી રજૂઆત કરેલ કે, આ ધિરાણ જીવાપર સ્વાશ્રમ કૃષિ  સહકારી પ્રમુખ તથા મંત્રી ગુનાહિત કાવતરૂ રચીને બેંકમાંથી કરોડો રૂપિયા ઉપાડી લીધેલ છે જે મંડળી દ્વારા બેંકમાં ભરપાઇ  કરવામાં આવતી નથી. આમ આરોપીઓ દ્વારા કરોડો રૂપિયા ખોટી રીતે ઉચાપત કરી ગયા છે આરોપીઓ દ્વારા જાણતા હોવા છતાં બેંક સાથે છેતરપીંડી કરેલી. જે રજૂઆત જામનગરના મે. એડી. સેશન્સ જજ રબારી  ઘ્યાને લઇ આરોપી મંડળીના મંત્રી વાલજીભાઇ વશરામભાઇ પરમારની આગોતરા જામીન અરજી નામંજુર કરેલી હતી.

આ કેસમાં જિલ્લા સરકારી વકીલ જે.કે. ભંડેરી તથા મુળ ફરિયાદી તરફે જાણીતા યુવા ધારાશાસ્ત્રી વકિલ શ્યામ ઘાડિયા તથા જય અગ્રાવત તથા આનંદ સંઘાણી રોકાયેલા હતાં.

Related posts

જામનગરમાં પૉઝિટીવ કેસમાં ઘટાડો: એક મોત

Nawanagar Time

સાંધા, સ્નાયુના દુ:ખાવાની સારવાર માટે ખીજડા મંદિરે ‘આલયમ રીહેબ કેર સેન્ટર’નો પ્રારંભ

Nawanagar Time

દરેડ જીઆઈડીસીમાં ગટરના કામના નામે બૉગસ ચૂકવણાં!

Nawanagar Time

Leave a Comment