Nawanagar Time
ગુજરાત

દુષ્કાળ ગ્રસ્ત દ્વારકા-કલ્યાણપુર તાલુકાના ખેડુતોને હેકટર દિઠ 6800રૂપિયા સહાય આપવામાં આવશે

farmers-of-dwarka-kalyanpur-taluka-will-be-given-assistance-of-rs-6800-for-the-drought-hit

ખેડુતોએ 15 જાન્યુઆરી સુધીમાં જરૂરી સાધનિક કાગળો સાથે તલાટી મંત્રીને અરજી આપવી

દ્વારકા:-દ્વારકા જિલ્લામાં અપુરતા વરસાદના લીધે કલ્યાણપુર/દ્વારકા તાલુકાને દુષ્કાળગ્રસ્ત  જાહેર કરવામાં આવેલ છે. જેમાં ખેડુતોને દુષ્કાળગ્રસ્ત તાલુકામાં મળનારી હેકટર દિઠ ક્રોપ ઈનપુટ સબસીડી મેળવવા માટે 15 જાનયુઆરી-2019 સુધી ફોર્મ સ્વિકારવામાં આવશે. જે ખેડુતો ક્રોપ ઈનપુટ સબસીડી મેળવવા ઇચ્છતા હોય તે દરેક ખેડુતોએ ગ્રામપંચાયતના તલાટીમંત્રી તેમજ નગરપાલિકા વિસ્તારમાં સીટી તલાટીમંત્રી પાસેથી ફોર્મ મેળવીને સાધનિક પત્રો જેવા કે, 8-અ, 7/12ના વાવેતરના ઉતારા સાથેની નકલ, આધાર કાર્ડ, ચેક/બેંક પાસબુકની નકલ સાથે તા.15 જાન્યુુઆરી-2019 સુધી પરત આપવાના રહેશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર/દ્વારકા તાલુકાને રાજય સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડુતોને હેકટર દીઠ 6800/- રૂપિયા સહાય આપવામાં આવશે. તેમજ એક ખેડુતદીઠ વધુમાં વધુ બે હેકટર મુજબની સહાય આપવમાં આવશે. તા.15 જાન્યુઆરી સુધી ફોર્મ મેળવીને ફોર્મ ભરાયા બાદજ આગામી સમયમાં ખેડુતોના ખાતામાં પૈસા ચુકવવામાં આવશે. તેમ જિલ્લાં વિકાસ અધિકારીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

ધો.12 વિ.પ્ર.નું 10 મે, ધો.10નું 28 અને સા.પ્ર.નું તા.31મે પરિણામ

Nawanagar Time

ભાજપે સતવારા સમાજ સાથે દગો કર્યો છે : જયંતિભાઇ સભાયા

Nawanagar Time

દ્વારકાના વિકાસમાં પાંચ લાખ દૈનિક ખર્ચાય તો‘ય ગ્રાન્ટ ખૂટશે નહિ: પબુભા માણેક

Nawanagar Time

Leave a Comment