Nawanagar Time
ગુજરાત જામનગર

ખેડૂત અધિકાર સંમેલન માટે ખેડૂતોનો જબ્બર પ્રતિસાદ

farmers-respond-to-farmers-for-the-right-convention

જામનગર:-જામનગરના ઠેબા બાયપાસ ચોકડી  આગામી સપ્તાહે યોજાનાર ખેડૂત અધિકાર સંમેલન માટે ગામે ગામથી જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે. આથી અખિલ ભારતિય પંચાયત પરિષદના સ્વયંમ સેવકો બજરંગપૂર, પીઠડીયા, નવાગામ, ઉમરાલા, ખરેડી, નિકાવા, બામણગામ અને મોટા વડાળા સહીતના ગામડાઓમાં ફરીને ખેડૂતો સાથે સંપર્ક કરી રહી છે. ગામે ગામ પોસ્ટર લગાવાઇ રહ્યાં છે. ખેડૂતો પણ અખિલ  પંચાયત પરિષદના આ સંમેલન માટે ઉત્સાહીત જણાઇ રહ્યાં છે.

અખીલ ભારતીય પંચાયત પરીષદના જયંતીભાઇ સભાયાના નેજા હેઠળ આ ખેડુત અધિકાર સંમેલન યોજાવા જઇ રહ્યું છે જેના માટે સ્વયંમ સેવકો ગામે ગામ ખેડુતોનો સંપર્ક કરી રહ્યા છે તાજેતરમાં જ ગોલણીયા, લલોઇ, બાંગા, બેરાજા, નાની ભગેડી, મોટીભગેડી સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુતો  બેઠક થઇ હતી અને તેમના પ્રશ્ર્નો જાણીને તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ અધિકાર સંમેલનમાં થવા જઇ રહ્યો છે. ખેડુત અધિકાર સંમેલનમાં શોર્ટગન તરીકે ઓળખાતા શત્રુઘ્નસિંહાના શબ્દોનો પ્રહાર સરકાર પર થાય તેવી શકયતા છે. આ ઉપરાંત પુર્વ નાણામંત્રી યશવંતસિંહા પણ ખેડુત અધિકારી સંમેલનમાં ખેડુતોના પ્રશ્ર્ને આકરા પ્રહારો કરશે. હાર્દિક પટેલ ખેડુતોની  ઉકેલવા સરકારની નિષ્ફળતાઓ લોકો સમક્ષ લાવવાનો પ્રયાસ કરશે.  આ સંમેલનમાં ખેડુતોનો દેવું માફ કરવું, પરવાનગી વિના પાક વિમા લેવા નહીં, મહતમ ભાવે પાકની ખરીદી, ખેતીને નુકશાન કરતાં પ્રાણીઓની યોગ્ય વ્યવસ્થા કરવી, કૃષી લોનમાં વધારો કરવો, ટયુબ વેલ માટે ખેડુતોને દિવસે લાઇટ આપવી, ફેન્સીંગ માટે સબસીડી તથા રાસાયણીક ખાતર અને  સબસીડી આપવા સહીતના ખેડુતોના પ્રશ્ર્નોને આવરી લેવામાં આવશે.

farmers-respond-to-farmers-for-the-right-convention
farmers-respond-to-farmers-for-the-right-convention
farmers-respond-to-farmers-for-the-right-convention
farmers-respond-to-farmers-for-the-right-convention
farmers-respond-to-farmers-for-the-right-convention
farmers-respond-to-farmers-for-the-right-convention
farmers-respond-to-farmers-for-the-right-convention
farmers-respond-to-farmers-for-the-right-convention

Related posts

તીનબત્તી વિસ્તાર સીલ થતાં અંબર ચોકડીથી બેડી ગેઈટ ડાયવર્ઝન

Nawanagar Time

જામનગરમાં ઝરમર, મોટા વડાળામાં અઢી અને ડબાસંગમાં બે ઈંચ વરસાદ

Nawanagar Time

જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારો આજથી ‘ભૂતપૂર્વ’

Nawanagar Time

Leave a Comment