Nawanagar Time
જામનગર ગ્રામ્ય

ખંભાળિયાના ભાતેલમાં પાક નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતની આત્મહત્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાતેલના એક ખેડૂતે પાક નિષ્ફળ જવાની ભીતિ અને બેંકમાં વધેલા કરજના ટેન્શનના કારણે ઝેરી દવા પી આત્મહત્યા વ્હોરી લીધી છે. દ્વારકા જિલ્લામાં આ ત્રીજા ખેડૂતે વાવેતર નિષ્ફળ જવાના કારણે મોતનો રાહ અપનાવ્યો છે.

આ બનાવની વધુ વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામમાં હનુભા દેવીસિંહ જાડેજા (ઉ.વ.૪૯) નામના ખેડૂતે ચાલુ વર્ષે પોતાના ખેતરમાં વાવેતર કર્યું હતું, પરંતુ ચાલુ વર્ષે અત્યંત ઓછા પડેલા વરસાદના કારણે તેઓનું વાવેતર નિષ્ફળ જવાની ભીતિ ઉભી થઈ હતી.

આ વર્ષ સારૃ જશે તેવી આશા સાથે હનુભાએ ગયા ચોમાસામાં પાકના વાવેતર માટે બેંકમાંથી લોન ઉપાડી હતી અને તેમાંથી વાવેતર કર્યું હતું, પરંતુ ઉપજ થવાના બદલે પાક નિષ્ફળ જતાં અને બીજી તરફ બેંકનું કરજ વધી જતાં સોમવારે રાત્રે હનુભાએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેઓને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા પછી મોડીરાત્રે તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની ગઈકાલે પુત્ર પરાક્રમસિંહ હનુભાએ પોલીસને જાણ કરી છે. પોલીસે સીઆરપીસી ૧૭૪ હેઠળ અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે પાક નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતોની આત્મહત્યાના બની રહેલા બનાવો વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાતેલ ગામના આ ખેડૂતની આત્મહત્યાના કારણે કમનસીબે ત્રીજો બનાવ નોંધાવા પામ્યો છે.

Related posts

કાલાવડથી રાજકોટ હાઈવે બિસ્માર બનતા અકસ્માતની ભીતિ

Nawanagar Time

વડોદરા, અમદાવાદ બાદ વધુ એક અદ્યતન સવલત ધરાવતું બસ સ્ટેન્ડ શરૂ, CMએ કર્યું લોકાર્પણ

Nawanagar Time

બુધવારે જામ્યુકોનું જનરલ બોર્ડ

Nawanagar Time

Leave a Comment