Nawanagar Time
ગુજરાત

પાક નિષ્ફળ જતાં કલ્યાણપુરના નગડીયા ગામે ખેડૂતનો આપઘાત

farmers-suicide-in-nagadiya-village-of-kalyanpur-fails-due-to-crop-failure

ખંભાળિયા:-કલ્યાણપુર તાલુકાના નગડીગા ગામના વધુ એક ખેડુતે પાક નિષ્ફળ જતાં આર્થિક સંકળામણના કારણે જીંદગી ટૂંકાવી હોવાનો બનાવ બહાર આવ્યો છે.

આ કરૂણ બનાવની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના નગડીગા ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા મેરામણભાઇ લીલાભાઇ સીડા નામના 27 વર્ષના મેર યુવાને તેમના ખેતરમાં વાવેતર કર્યુ હતું. આ પાક નિષ્ફળ જવાના કારણે તેઓ ચિંતાર્ગ્રત રહેતા હતા આટલું જ નહીં, પાક નિષ્ફળ જવા ઉપરાંત આર્થિક મંદીના કારણે વ્યથિત હાલતમાં તેમણે ગઇ તા.9મી જાન્યુઆરીના રોજ પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેમને વધુ સારવાર અર્થે પોરબંદરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ, જયાં ફરજ પરના તબીબોને તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતાં.

મૃતક યુવાનને પાંચ વર્ષની એક માસુમ પુત્રી હોવાનું જાણવા મળેલ છે આ બનાવ અંગે મૃતકના ભાઇ કેશુભાઇ લીલાભાઇ સીડાએ કલ્યાણપુર પોલીસને જાણ કરતાં પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજથી આશરે દોઢેક માસ પહેલાં પણ આ વગડીયા ગામના જ એક મેર પરીણીત યુવાને પાક નિષ્ફળ જતાં આપઘાત કરી લીધાના બનાવ, બાદ આ પ્રકારનો વધુ એક બનાવ બનતાં ધરતીપુત્રોમાં તથા ગ્રામજનોમાં શોક સાથે અરેરાટી પ્રસરી જતા પામી છે.

Related posts

ધાર્મિક સ્થાન પર હુમલાથી સાધુ સંતો લાલઘૂમ

Nawanagar Time

ગુજરાત પ્લાંટમાં 2020 સુધીમાં ત્રીજી એસેમ્બ્લિંગ લાઇન શરૂ થઈ જવાની ધારણા

Nawanagar Time

જામનગર ગ્રામ્ય બેઠક માટે કોંગ્રેસની સેન્સ

Nawanagar Time

Leave a Comment