જામનગર: દ્વારકામાં ગુગળી જ્ઞાતિ કાર્યાલય સામે અલગ અલગ મુદ્દે ભ્રષ્ટાચાર કરાતો હોવાના આરોપ સાથે ત્રણ દિવસથી અનશન પર બેઠેલા જ્ઞાતિના જ પૂર્વ સક્રિય કાર્યકર તેમજ વરિષ્ઠ નાગરીક પુષ્કરભાઇ કાનજીભાઇ ઠાકર દ્વારા આજરોજ ગુગળી જ્ઞાતિ પ્રમુખ તથા વ્યવસ્થાપક સમિતિના સભ્યો વિરૂધ્ધ જ્ઞાતિજનોમાં ખોટા મેસેજ અલગ અલગ માધ્યમોથી વાયરલ કરાતો હોવાની ફરિયાદ સાથે દ્વારકા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
સમગ્ર મામલે ગુગળી જ્ઞાતિ કાર્યાલય દ્વારા ગઇકાલે પ્રેસ વિજ્ઞપ્તિ જાહેર કરી આંદોલનકારી દ્વારા મીડીયાનો ઉપયોગ કરી સમાજને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કરાયો છે. જોકે મીડીયાને વખોડનાર પ્રેસ વિજ્ઞપ્તિમાં આંદોલનકારી જ્ઞાતિના જ સીનીયર સીટીઝનના સળગતા સવાલો વિશેના જવાબો અધૂરા કે ભૂલભરેલા હોય તેવું જણાય છે. ગેરમાર્ગે દોરવાનું કામ કોણ કરે છે મીડીયા કે જ્ઞાતિના સત્તાધીશો/વ્યવસ્થાપકો..? તેવા સવાલોએ ચર્ચા જગાવી છે.