Nawanagar Time
ગુજરાત

દ્વારકાના દરિયાકાંઠે હોડી લાંગરવા બાબતે ભાઇઓ પર જીવલેણ હુમલો

fatal-attack-on-the-brothers-on-the-dock-of-dwarkafatal-attack-on-the-brothers-on-the-dock-of-dwarka

ખંભાળિયા:-દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં હોડી લાંગરવા બાબતે બોલાચાલી કરી સાત શખ્સોએ ગેરકાયદેસર રીતે મંડળી રચીને બે ભાઇઓ ઉપર જીવલેણ હુમલો કર્યાનો બનાવ પોલીસમાં નોંધાયો છે.

આ બનાવની દ્વારકા પોલીસ મથકમાં જાહેર  વિગત મુજબ દ્વારકાના રૂપેણ બંદર ખાતે આ જ વિસ્તારમાં રહેતા સદ્ામ સુલેમાન પટેલિયા નામના મચ્છીયારા મુસ્લિમ યુવાન તથા અન્ય વર્ષોથી પોતાના ઘર પાસે દરિયાકાંઠે હોડી લાંગરતા હતાં.

આ સ્થળે ત્રણેક દિવસ પૂર્વે આ જ વિસ્તારમાં રહેતાં હાજી કરીમ ઇસબાણી વગેરેને હોડીઓ લાંગરવી હોય, આ માટે ફરિયાદી સદ્ામ સુલેમાન વગેરેએ  કહી હતી. આ બાબતથી ઉશ્કેરાઇ જઇ હાજી કાસમ, મહંમદ હનિફ, અયુબ જાફર, ઈબ્રાહિમ કરીમ, આલી કરીમ, ડાડો આરબ તથા જાફર આલી નામના સાત શખ્સો ધારિયા, લાકડાંના ધોકા, લોખંડના પાઇપ, લાકડી વગેરે જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતાં. ઘાતક હથિયારો સાથે ગેરકાયદેસર મંડળી રચીને આરોપીઓએ ફરિયાદી સદ્ામ સુલેમાનના ભાઇ અકબરને  મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કરતાં અકબરને લોખંડનો પાઇપ ફટકારતાં અંદર ખોપડી ફાડી નાખી, હેમરેજ જેવી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આરોપીઓએ બન્ને ભાઇઓને બિભત્સ ગાળો કાઢી, બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ પોલીસ ઇન્સ. પી.એ. દેકાવાડીયાએ હાથ ધરી છે.

Related posts

રાજપૂત સમાજ હકુભા જાડેજાનું આવતીકાલે અદકેરૂ સન્માન કરશે

Nawanagar Time

ઓખામાં ટ્રકની ઠોકરે બાઇકસવાર પ્રૌઢનું મૃત્ય

Nawanagar Time

જીરૂ અને તમાકુના વેપારમાં 3000 કરોડનું ટેક્ષચોરીનું કૌભાંડ

Nawanagar Time

Leave a Comment