Nawanagar Time
જામનગર ગ્રામ્ય

આ તે કેવો કળયુગ : સગા પિતાએ વર્ષો સુધી પુત્રી પર ગુજાર્યું દુષ્કર્મ..

લાલપુરમાં રહેતા એક અન્ય જિલ્લાના પરિવારની હાલમાં પુખ્ત બની ચૂકેલી યુવતીએ લાલપુર પોલીસ સ્ટેશનમાં પોતાના જ પિતા વિરૃદ્ધ વર્ષાે સુધી દુષ્કર્મ ગુજાર્યાની ચોંકાવનારી ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથક વિસ્તારમાં ચર્ચા જાગી છે.

લાલપુરમાં રહેતા અને ફ્રૂટનો ધંધો કરતા આધેડ તેની સગી પુત્રી પર છેલ્લા ૧૦ વર્ષથી દુષ્કર્મ આચરીને પોતાની હવસ સંતોષતો હોવાનો એક બનાવ પોલીસ સામે આવ્યો છે. મૂળ માંગરોળના અને હાલ લાલપુર ખાતે વસવાટ કરવા આવેલા આધેડએ બે વાર લગ્ન કરીને બંને પત્નીઓને છૂટાછેડા આપી દીધા હતા અને ભોગ બનનાર યુવતી આધેડ પિતાની પ્રથમ પત્નીનું સંતાન હોય,પુત્રી ૧૦ વર્ષની હતી ત્યારથી નરાધમ પિતા પુત્રી કઈ સમજે તે પહેલા તેના પર વારંવાર દુષ્કર્મ આચરતો હતો અને પુત્રી યુવાન થતા તેના લગ્ન પણ કરી નાખવામાં આવ્યા હતા,પરંતુ પોતાની હવસનો વધુ શિકાર કરવા માટે પુત્રીના લગ્ન સંસારમાં ડખા કરાવીને લગ્નજીવન તોડાવી નાખી પોતાના ઘરે પરત લાવ્યો હતો.

અત્યંત કરૃણ હાલતમાં પોલીસ સ્ટેશન આવેલી આ યુવતીએ પોતાની આપવીતી કરતા પોલીસ સમક્ષ વર્ણવેલી વિતક મુજબ આ યુવતી જ્યારે દોઢેક વર્ષની હતી ત્યારે તેણીની માતા સાથે તેના પિતાએ છૂટાછેડા મેળવ્યા પછી પરપ્રાંતની એક યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા જેનાથી તેને બે બાળકો પણ પ્રાપ્ત થયા છે. આ બાળકી એટલે કે હાલની ભોગ બનનાર યુવતી જ્યારે દસ વર્ષની હતી ત્યારથી તેણીનો પિતા પોતાનું મ્હો કાળું કરતો આવ્યો હતો.
આ યુવતીના તે સ્થળેથી છૂટાછેડા થઈ ગયા પછી પણ ફરિયાદની આગલી રાત્રે પણ આ શખ્સે પુત્રી સાથે મ્હો કાળુ કર્યું હતું, વર્ષાેથી પાશવી દુષ્કર્મનો ભોગ બનતી આ યુવતીએ કંટાળીને આખરે પોલીસનો આશરો લીધો છે. હાલ પોલીસે યુવતીના પિતા વિરુદ્ધ પોકસો એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ ફરિયાદ બાદ યુવતીનો પિતા હાલ ફરાર થઇ ગયેલ છે અને તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

અકસ્માતનો ભોગ બનેલા ખેડૂતના રૂા. 1.44 લાખ પરત કરતી ટીમ 108

Nawanagar Time

ખેડૂતોને તાત્કાલ વીજ જોડાણના નામે ‘સ્કિમ’, 19 હજારથી વધુ અરજી પેન્ડિગ

Nawanagar Time

દેવભૂમિ જિલ્લામાં આરોગ્ય વિભાગના ડોર ટુ ડોર સર્વે તરફ શંકાની સોઈ

Nawanagar Time

Leave a Comment